• Gujarati News
  • Martina Navratilova Proposes To Russian Model Julia Lemigova During U.S. Open

57 વર્ષની ટેનિસ સ્ટાર મહિલા સાથે કરશે લગ્ન, ફિલ્મી સ્ટાઈલમાં કર્યું પ્રપોઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(57 વર્ષીય પૂર્વ ટેનિસ પ્લેયર માર્ટિના નવરાતિલોવા (જમણે) ગર્લફ્રેન્ડ જૂલિયા સાથે.)
ન્યૂયોર્ક : 18 ગ્રાન્ડસ્લેમ મેળવનાર 57 વર્ષની પૂર્વ મહિલા ટેનિસ પ્લેયર માર્ટિના નવરાતિલોવાએ ગર્લફ્રેન્ડ જૂલિયા લેમિગોવા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. નવરાતિલોવાએ યૂએસ ઓપન દરમિયાન 42 વર્ષની જૂલિયાને ફિલ્મી સ્ટાઇલમાં ઘૂંટણિયા પડીને પ્રપોઝ કર્યું હતું, જેનો તેને સ્વિકાર કર્યો હતો.
આ એ જ નવરાતિલોવા છે જેને 2010માં પોતાની મહિલા મિત્ર ટોની લેયટન સાથે તલાક લેવા માટે 3 મિલિયન ડોલર (લગભગ 1 કરોડ 80 લાખ રૂપિયા) ચુકવવા પડ્યા હતા. માર્ટિનાને આ પહેલા પણ ઘણી મહિલા સાથે અફેર હતા.
આ વર્ષે પ્રથમ વખત સાથે જોવા મળી હતી
માર્ટિના નવરાતિલોવા પોતાની ગર્લફ્રેન્ડ જૂલિયા સાથે આ વર્ષની શરૂઆતમાં જોવા મળી હતી. આ પછી આ જોડી ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળી હતી. જોકે કોઈએ વિચાર કર્યો ન હતો કે ટેનિસની મહાન ખેલાડી લગ્ન માટે પોતાની ગર્લફ્રેન્ડને ગ્રાન્ડસ્લેમની મેચ દરમિયાન આ રીતે પ્રપોઝ કરશે.
ટ્વિટર ઉપર માન્યો આભાર
માર્ટિના નવરાતિલોવાએ ટ્વીટ કરી પોતાના પ્રશંસકોનો આભાર માન્યો હતો. તેણે લખ્યું છે કે, ‘ગુડ વિશેષ માટે બધાનો આભાર, હું અને જુલિયા ઘણા ખુશ છીએ. એમે એક ફેમિલીની જેમ છીએ.’
આગળ ક્લિક કરો અને જાણો, કોણ છે જૂલિયા લેમિગોવા?