તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mariyappan Thangavelu Wins Gold And Varun Bhati Bronze In High Jump At Rio Paralympics

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Rio Paralympicsમાં ભારતને બેવડી સફળતા, હાઈ જમ્પમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો થંગાવેલુ, વરુણ ભાટીને બ્રોન્ઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં 21મી ઓગસ્ટે સમાપ્ત થયેલી રિયો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલનો દુકાળ સર્જાયો હતો પરંતુ હવે રિયો ડી જાનેરોમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ભારતને મરિયપ્પન થંગાવેલૂએ મેન્સ હાઇ જમ્પ મુકાબલામાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતા. હાઇ જમ્પમાં ગોલ્ડ જીતનાર થંગાવેલૂ ભારતનો પ્રથમ એથ્લેટ છે. બીજી તરફ વરુણસિંહ ભાટીએ આ જ ઇવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

ભારતના કુલ 10 મેડલ્સ, જ્વેલિન થ્રોમાં સંદીપ ચોથા ક્રમે, ભારતે પ્રથમ વખત એક જ ઇવેન્ટમાં બે મેડલ જીત્યા

આમ ભારતને એક જ ઇવેન્ટમાં 32 વર્ષના લાંબા ગાળા બાદ બેવડી સફળતા મળી હતી. થંગાવેલૂએ ટી-42 હાઇજમ્પ ઇવેન્ટમાં 1.89 મીટરનો જમ્પ લગાવ્યો હતો. ભાટીએ 1.86 મીટરનો જમ્પ લગાવીને બ્રોન્ઝ પોતાના નામે કર્યો હતો. આ ઇવેન્ટમાં અમેરિકાના સેમ ગ્રીવે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતનો સંદીપ જ્વેલિન થ્રોમાં નજીવા અંતરથી બ્રોન્ઝ ચૂકી ગયો હતો અને તે ચોથા ક્રમે રહ્યો હતો.
સરકારની જાહેરાત- ગોલ્ડ જીતનારને મળશે 75 લાખ...

- કેન્દ્ર સરકાર પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારને 75 લાખ, સિલ્વર જીતનારને 50 લાખ અને બ્રોન્ઝ જીતનારને 30 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી ચૂકી છે.
- થંગાવેલુ ભારતના પહેલો એવો હાઇ જમ્પર બની ગયો છે જેમણે પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સાથે જ પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર ત્રીજો એથલીટ છે.
- આ અગાઉ મુરલીકાંત પેટકર(સ્વિમિંગ 1972 હાઇડેલબર્ગ) અને દેવેન્દ્ર ઝાઝરિયા(જેવેલિન થ્રો, 2004 એથેન્સ)એ ગોલ્ડ જીત્યો હતો.
- અત્યાર સુધી થયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલ્સની સંખ્યા 10 થઈ ગઈ છે. તેમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ સામેલ છે.
આવી રહી છે થંગાવેલુની સકસેસ જર્ની

- 20 વર્ષનો થંગાવેલુ તમિલનાડુના સલેમ જિલ્લાના પેરિયાવાદગમપટ્ટી ગામનો રહેવાસી છે.
- મરિયપ્પનની માતા શાકભાજી વેચતી હતી .
- મીડિયા રિપોર્ટ પ્રમાણે, 5 વર્ષની ઉંમરે એક બસ એકસ્માતથી તેનો ડાબો પગ કાયમ માટે ખરાબ થઈ ગયો હતો.
- દુર્ઘટના ત્યારે બની જ્યારે થંગાવેલુ સ્કૂલે જઈ રહ્યો હતો અને ખોટો વળાંક લેતી વખતે ડ્રાઈવરે તેના પગ પર બસ ચઢાવી દીધી હતી.
- પરંતુ થંગાવેલુએ હાર ન માની. તેની પહેલી સ્પર્મધામાં તે બીજા ક્રમાંકે રહ્યો હતો.
- આ વર્ષે માર્ચ મહિનામાં થંગાવેલુએ ટ્યુનિશિયામાં IPC ગ્રાન્ડ પ્રિમાં 1.78 મીટર ઊંચી છલાંગ લગાવી હતી.
- પેરાલિમ્પિક માટે ક્વાલીફાઈ કરવા માટે 1.60 મીટર જમ્પ મારવાનો હતો. જે તેણે સરળતાથી ક્વાલીફાઈ કરી દીધો હતો.
કોણ છે વરુણ ભાટી?

- બાળપણમાં પોલિયોના કારણે 21 વર્ષના વરુણનો એક પગ આખો ખરાબ થઈ ગયો હતો. ત્યારબાદ પણ તે ચેમ્પિયન ખેલાડી બન્યો છે.
- વરુણ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.
- 2014માં ઈંચેઓન (દક્ષિણ કોરિયા)માં થયેલી એશિયન પેરા ગેમ્સમાં તે 5માં ક્રમાંકે રહ્યો હતો.
- 2014માં ચાઈના ઓપન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં વરુણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
-પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલ વિજેતા
મુરલીકાંત પેટકર197250 મી ફ્રી સ્ટાઇલ સ્વી.ગોલ્ડ
જોગિંદર સિંહ બેદી1984શોટ પુટમાં સિલ્વર, જ્વેલિન,ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ
ભીમરાવ કેસારકરસ1984જ્વેલિન થ્રોમાં સિલ્વર
દેવન્દ્ર ઝાઝારિયા2014જ્વેલિન થ્રોમાં ગોલ્ડ
રોજિંદર સિંહ રાહેલૂ2004પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ
ગિરીશા નાગરાજેગૌડા2012હાઇ જમ્પમાં સિલ્વર
મરિયપ્પન થંગાવેલૂ2016હાઇ જમ્પમાં ગોલ્ડ
વરુણ ભાટી2016હાઇ જમ્પમાં ગોલ્ડ
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો