તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Former Wimbledon Champ Marion Bartoli Reveals Her Half Indian Boyfriend

ફ્રેન્ચ ટેનિસ સ્ટાર બાર્તોલીએ કર્યો ખુલાસો, મારો બોયફ્રેન્ડ અડધો ભારતીય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ટેનિસ સ્ટાર મારિયન બાર્તોલી.)
મુંબઇઃ વર્ષ 2013માં વિબલડન ચેમ્પિયન બન્યાના એક મહિના બાદ આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી અચાનક સંન્યાસ લેવાની જાહેરાત કરનાર અને પૂર્વ વર્લ્ડ નંબર-7 ફ્રાન્સની મારિયન બાર્તોલી હાલમાં મુંબઇના પ્રવાસે છે. બર્તોલીએ મેરેથોનમાં આતંરરાષ્ટ્રીય ઇવેન્ટ એમ્બેસેડર તરીકે ભાગ લીધો હતો. બાર્તોલીના મતે મારો બોયફ્રેન્ડ અડધો ભારતીય છે.
જણાવ્યું પોતાનું ઇન્ડિયા કનેક્શન
ભારત યાત્રા દરમિયાન 30 વર્ષીય પૂર્વ ફ્રેન્ચ ટેનિસ સ્ટાર બાર્તોલીએ પોતાના ઇન્ડિયા કનેક્શન વિશે જણાવતા કહ્યું હતું કે મારે ભારતીય સાથે સંબંધ છે. મારો બોયફ્રેન્ડ અડધો ભારતીય છે. જો કે ટેનિસ સ્ટારે તેના બોયફ્રેન્ડના નામનો ખુલાસો નહોતો કર્યો. તેણે જણાવ્યું હતું કે મારો બોયફ્રેન્ડ લંડનમાં રહે છે. મારા માટે ઇન્ડિયા આવવાનો પહેલો માકો નથી અગાઉ પણ હું હૈદરાબાદ, દિલ્હી, કોલકત્તા, અને બેગલુરુમાં ટેનિસ રમવા માટે આવી ચુકી છું.
ભારતીય ભોજનની પ્રસંશા
બાર્તોલીએ જણાવ્યું હતું કે મારા બોયફ્રેન્ડની મમ્મી મને અવાર નવાર ભારતીય રેસ્ટોરેન્ટમાં લઇ જાય છે. અને મને ત્યાના મસાલેદાર ફુડનો ટેસ્ટ લેવાનો મોકો મળે છે. જો કે હું જૈતુંનના તેલમાંથી બનાવેલ હલ્કુ ભોજન ખાઉ છુ. પરંતુ મને પુરો વિશ્વાસ છે કે ધીરે ધીરે ભારતીય વ્યંજનોની શોખીન બની જઇશ.
આ માટે ત્યજ્યું ટેનિસ...
બોર્તોલીએ જણાવ્યું હતું મારા ખભા અને શરીર વધારે પ્રેક્ટિસ કરવા તૈયાર નહોતા આથી ટેનિસ માંથી નિવૃત્તિ લીધી હતી. બર્તોલી હવે ફેશન લાઇનમાં ઝંપલાવવાનું વિચારી રહી છે જેમાં જ્વેલરી, જુતા, કપડા, અને બેગનો સમાવેશ થશે.
આગળની સ્લાઇડમાં જુઓ, ફ્રાન્સની પૂર્વ ટેનિસ સ્ટાર બાર્તોલીની કેટલીક તસવીરો.....