• Gujarati News
  • Maria Sharapova Shows Off Athletic Physique Boyfriend Grigor Dimitrov

French Open: ગ્રાન્ડ સ્લેમ પહેલા જ રશિયન સુંદરીએ દેખાડ્યો બોલ્ડ અંદાજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા હાલમાં ફ્રેન્ચ ઓપનની તૈયારીઓમાં લાગી છે. મેડ્રિડ ઓપનમાં લગાતાર જીત નોંધાવીને શારાપોવાએ દેખાડી દીધું કે તે કેટલા ઘાતક ફોર્મમાં છે અને સેરેના વિલિયમ્સ જેવી દિગ્ગજ સામે મોટો ખતરો બની શકે છે.

ટેનિસ કોર્ટમાં પરસેવો પાડવાની સાથે જ મારિયા પોતાની જાતને રીલેક્સ કરવામાં પણ કોઈ કમી નથી રાખતી. ભલે વાત ફેશન મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવવાની હોય કે પછી નવા બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક ઈવનિંગ વોકની હોય, મારિયા પ્રત્યેક જગ્યાએ હિટ થઈ રહી છે.

હાલમાં જ મારિયાએ એસ્ક્વાયર મેક્સિકો મેગેઝિનના મે અંક માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ સેક્સી ફોટોશૂટમાં મારિયાએ સ્કિન કલરનો બોડીસૂટ પહેરીને પોતાની ફિટનેસ દેખાડી છે.

ફોટોશૂટ બાદ વારો હતો ટેનિસ કોર્ટમાં કમાલે દેખાડવાનો. મેડ્રિડ ઓપનમાં તમામ મુશ્કેલીઓ પાર કરતા મારિયા ટૂર્નામેન્ટની સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલના રાઉન્ડમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો સામનો એસ્ટોનિયાની કાઈયા કનેપી સામે થશે.

મારિયાના આ સુપરમૂડ પાછળ તેના બોયફ્રેન્ડ ગ્રિગર દિમિત્રોવનો મોટો હાથ છે. શારાપોવા ગ્રિગર માટે લકીચાર્મ સાબિત થઈ રહ્યો છે. મેડ્રિડ ઓપન દરમિયાન જ ગ્રિગોવે નંબર વન પ્લેયર નોવાક જોકોવિચને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

મેડ્રિડમાં શારાપોવા અને ગ્રિગોવ એક બીજાનો હાથ પકડીને રોમેન્ટિક વોક કરતા જોવા મળ્યા હતા.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, મારિયા શારાપોવાનો બિન્દાસ્ત અને બોલ્ડ અંદાજ....