મેજર અપસેટ,વેલ્સ ટુર્નામેન્ટમાં નાદાલ-શારાપોવા ની હાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલેકસાન્દ્રા ડોલગોપોલોવે વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી તથા વર્તમાન ચેમ્પિયન સ્પેનના રફેલ નાદાલને ૬-૩, ૩-૬, ૭-૬થી હરાવીને ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ એટીપી ટેનિસ ટૂર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સજ્ર્યો હતો. સ્વિસ ખેલાડી રોજર ફેડરર તથા એન્ડી મરેએ પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશતા પહેલાં વિજય મેળવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો. બીજી તરફ વિમેન્સ સિંગલ્સમાં પણ રશિયન ખેલાડી મારિયા શારાપોવા તથા સર્બિ‌યાની એના ઇવાનોવિચ હારતા આ ઇવેન્ટમાં પણ અપસેટ સર્જા‍યા હતા.

વિશ્વના ૩૧મા ક્રમાંકિત યુક્રેનના ડોલગોપોલોવે સ્પેનના સુપર સ્ટાર નાદાલ સામે કારકિર્દીનો પ્રથમ વિજય હાંસલ કર્યો હતો. અગાઉ રમાયેલા તમામ પાંચેય મેચમાં યુક્રેની ખેલાડીને પરાજયનો સામનો કરવો પડયો હતો જેમાં બે સપ્તાહ પહેલા રિયો ડી જાનેરો ખાતેના ક્લે ર્કોટ ફર રમાયેલી ફાઇનલ મેચ પણ સામેલ છે.

નાદાલ ૨૦૦૬થી પ્રત્યેક વર્ષે ઇન્ડિયન વેલ્સની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. આ દરમિયાન તેણે ૨૦૦૭, ૨૦૦૯ તથા ગયા વર્ષે ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ત્રીજા અને નિર્ણાયક સેટમાં નાદાલ એક સમયે પ-૩થી પાછળ હતો પરંતુ તેણે હરીફ ખેલાડીની સર્વિ‌સ તોડીને રમતમાં પુનરાગમન કર્યું હતું પરંતુ આ સેટ પણ ટાઇબ્રેકરમાં જતો રહ્યો હતો. ડોલગોપોલોવે ધીરજ રાખીને રમતને આગળ વધારી હતી અને ટાઇબ્રેકરમાં ૭-પથી વિજય મેળવ્યો હતો.

તેણે જણાવ્યું હતું કે નાદાલ સામેનો વિજય મારા માટે ઘણો વિશેષ છે અને મેં વર્તમાન ચેમ્પિયન તથા પ્રથમ ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો છે તેનું મને ગૌરવ છે. નાદાલે જણાવ્યું હતું કે યુક્રેની ખેલાડીએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. મારી પાસે વિજય માટેની તક હતી પરંતુ હું બેઝલાઇન પર સારું રમી શક્યો નહોતો. ડોલગોપોલોવ ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીના ફેબિયો ફોગનિની સામે રમશે જેણે ફ્રાન્સના ગેલ મોનફિલ્સને ૬-૨, ૩-૬, ૭-પથી પરાજય આપ્યો હતો.

આગળ ક્લિક કરો અને જાણો એન્ડી મરેની આગેકૂચ.....