ધોની થયો ભાવુક, કહ્યું -કેટલા પણ પૈસા કમાવો, દેશથી વધારે કશુ નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહેન્દ્રસિંહ ધોનીનો ફાઇલ ફોટો.)
લંડન : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ ઉપર એક વેબસાઇટ ઉપર ભાવુક લેખ છપાયો છે, જેમાં તેણે સ્વતંત્રતા સંગ્રામના શહિદોને યાદ કર્યા છે. ધોનીએ કહ્યું હતું કે અમે ગમે તેટલા પૈસા કમાઈ લઈએ અમારા માટે દેશથી વધારે બીજુ કાંઈ નથી. ધોનીએ દેશની વિવિધતામાં એકતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સેના અને ભારતીય ક્રિકેટ ટીમ ઘણા મામલામાં એક જેવી છે.
ધોનીએ લેખમાં જણાવ્યું હતું કે, ‘‘15 ઓગસ્ટના દિવસે અમે ઇંગ્લેન્ડમાં છીએ. અમે અહીંથી દેશવાસીઓને અભિનંદન પાઠવી રહ્યા છીએ. સ્કુલના સમયથી જ અમે આ પર્વનું મહત્વ સમજવી છીએ. આ આપણી આઝાદીનો દિવસ છે અને આ પ્રસંગે અમે પોતાનો આનંદ લોકો વચ્ચે વહેચવા માંગીએ છીએ. ’’

શહિદોની યાદ
ધોનીએ લખ્યું છે કે ‘‘આ દિવસ આપણને શહિદોની યાદ આવે છે જેમણે દેશની સ્વતંત્રતા માટે પોતાની પ્રાણોની આહુતિ આપી છે. જેની શરૂઆત 1857ની ભારતીય ક્રાંતિથી થઈ હતી અને આ પછી આઝાદી માટે ઘણો લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. જલિયાવાલા બાગમાં હજારોની સંખ્યામાં લોકોના નિધન થયા હતા પણ આ પછી દેશમાં જોરદાર એકતા આવી હતી. ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનથી શક્તિ મળી હતી. ગાંધીજીએ જ્યારે સાબરમતીથી યાત્રાથી શરૂઆત કરી હતી ત્યારે તેમની સાથે પાંચ જ માણસો જ હતો પણ દાંડી પહોંચ્યા ત્યારે તેના પાછળ ભારતભરના લોકો ઉભા હતા.’’

આગળ ક્લિક કરો અને વાંચો, ધોનીને પસંદ છે દેશભક્તિના ગીતો....