મહેન્દ્રસિંહ ધોની ફરીવાર જાહેરાત વિવાદમાં ફસાયો, દિલ્હી હાઈકોર્ટે માંગ્યો જવાબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર જાહેરાત વિવાદમાં ફસાયો છે. દિલ્હી હાઈકોર્ટે ફિટનેસ સાથે જોડાયેલા સામાન વેચતી 2 કંપનીઓની જાહેરાત મામલે તેને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં સ્પોર્ટ્સ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ (એસડબલ્યૂપીએલ)માં 33 ટકા ભાગીદારી રાખનારા વિકાસ અરોડાએ અરજી દાખલ કરી હતી.
 
આ છે સંપૂર્ણ વિવાદ

- કોન્ટ્રાક્ટ અનુસાર ધોનીએ માત્ર જીમ અને ફિટનેસ સાથે સંકળાયેલી કંપનીની જાહેરાત કરવાની હતી. જોકે ધોનીએ કોન્ટ્રાક્ટનો ભંગ કરતા કંપની ફિટ-7 માટે એડ શૂટમાં ભાગ લીધો.
- અરજદાર અરોડાએ જણાવ્યું કે, તેમણે આ અરજી કંપની તરફથી દાખલ કરી હતી. તેથી ધોનીને આમ કરતો અટકાવવો જોઈએ.
- હાઈકોર્ટે અરજદારની અરજી પર સુનાવણી કરતા ધોની, એસડબલ્યૂપીએલ તથા ફિટ-7 ના ડિરેક્ટર્સને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
- બીજી તરફ એસડબલ્યૂપીએલએ જણાવ્યું કે, આ અરજી ખોટા ઈરાદા સાથે દાખલ કરવામાં આવી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...