...અને મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું 'વેઈટ એન્ડ વોચ'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

પરાજય અંગે ટીમના બેટ્સમેનોને જવાબદાર ઠેરવતો ભારતીય સુકાની

લંડન: વિદેશી ભૂમિ પર રવિવારે વધુ એક ટેસ્ટ શ્રેણીમાં મળેલા પરાજય બાદ ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોનીને શું તે સુકાની પદ છોડવા તૈયાર છે? એવો પ્રશ્ન કરાતા તેણે ખૂલીને ઉત્તર આપતા કહ્યું હતું કે વેઈટ એન્ડ વોચ. ઈંગ્લેન્ડ સામેની પ્રવર્તમાન શ્રેણીમાં ગઈકાલે અત્રે મળેલા ૧-૩ના કારમાં પરાજય બાદ તેને પૂછવામાં આવ્યું કે શું તે ટેસ્ટ ટીમનું સુકાની પદ છોડવા અંગે વિચારી રહ્યો છે કે કેમ? તો ધોનીએ ઉત્તર આપ્યો કે તમારે આ જાણવા માટે ઈંતેજાર કરવો પડશે કે હું આ પરાજયમાંથી બહાર આવવા જેટલો મજબૂત છું કે નહિ‌. ધોનીએ કહ્યું કે હા અમે નિરાશ હતા કે અમે અંતિમ ત્રણ ટેસ્ટમાં કોઈ પડકાર ઊભો ન કરી શક્યા.

આશા છે કે આ પરાજયથી બેટસમેન્સ સકારાત્મક વસ્તુઓ શીખશે. બધા યુવા ખેલાડી છે જેઓ અહીં આવીને રમવા અને સારું કરવા માટે સારા છે. શું તેણે ભારતીય ટેસ્ટ સુકાની તરીકે બહુ કામ કર્યું છે? તો ધોનીએ એક જ વાક્યમાં જવાબ આપ્યો કે કદાચ હા. પરંતુ તેના બેટ્સમેન સતત પાંચ ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યા છે તો તેણે છેલ્લી ત્રણ ટેસ્ટ મેચોમાં ખરાબ પ્રદર્શન અંગે જરા પણ બચાવ કર્યો નહતો. ધોનીએ ત્રણ દિવસથી ઓછા સમયમાં મેચ પૂરી થયા બાદ કહ્યું કે બેટ્સમેનોએ સારો દેખાવ નથી કર્યો તેથી જ આવું બન્યું છે.

સ્લો ઓવર રેટ બદલ ધોનીને ૬૦ ટકા, ટીમને ૩૦ ટકાનો દંડ

ઓવલ પર ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ધીમા ઓવર રેટ બદલ ભારતીય ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીને મેચ ફીના ૬૦ ટકા અને ટીમને ૩૦ ટકાનો દંડ કરવામાં આવ્યો છે.આઈસીસી દ્વારા બહાર પડાયેલી અખબારી યાદી અનુસાર મેચ રેફરી રંજન મુદગલે ધોનીની ટીમે નિર્ધારિત ઓવરો કરતાં ત્રણ ઓવર ઓછી નાખતા આ દંડ કર્યો હતો.

ઈંગ્લિશ મીડિયાએ ભારતીય બેટ્સમેનોને શું કહ્યું આ વાંચવા માટે આગળ ક્લિક કરો...