(ચેમ્પિયન્સ લીગની ટ્રોફી સાથે ધોની અને સાક્ષી.)
બેંગલોર : ચેમ્પિયન્સ લીગ ટી-20માં ચેમ્પિયન બન્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પત્ની સાક્ષી સાથે પણ ઉજવણી કરી હતી. ધોનીએ મેદાનમાં આવેલી સાક્ષીને ટ્રોફી પકડાવી હતી. ધોનીની પત્ની સાક્ષી ઉપરાંત અશ્વિનની પત્ની પ્રીતિએ પણ પતિની ટીમ ચેમ્પિયન બનતા ઉજવણી કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે સોશ્યલ સાઇટ ઉપર ધોની અને સાક્ષીની ટ્રોફી સાથેની તસવીરો શેર કરી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન
ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ધોનીની ટીમ ચેન્નાઈ બીજી વખત ચેમ્પિયન્સ લીગમાં ચેમ્પિયન બની હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રૈનાએ શાનદાર સદી ફટકારી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ, ચેમ્પિયન બન્યા બાદ સાક્ષી અને ટીમની તસવીરો....