• Gujarati News
  • Madan Lal Left Hand Of Kapil Dev Bowling Attack World Cup 1983

B'DAY SPL: એક બોલ, કપિલના લાલનો કમાલ, રચાયો ઈતિહાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુકાની મહેન્દ્ર સિંહ ધોની 22 માર્ચે દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર જ્યારે શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે ત્યારે બધાની નજર તેના પર હશે. કોટલામાં ટીમ ઈન્ડિયા પાસે ક્રિકેટ ઈતિહાસમાં એક નવો અધ્યાય લખવાની સુવર્ણ તક છે. ટીમ ઈન્ડિયાના પ્રશંસકો પણ આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવો જ એક ઈતિહાસ ભારતીય ટીમે ત્રીસ વર્ષ પહેલા લખ્યો હતો અને તે ઈતિહાસ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં લખાયો હતો.

દેશમાં ક્રિકેટને એક જનૂનની જેમ લોકપ્રિય બનાવવામાં એક ઘટના મહત્વની હતી અને તે હતી 1983ના વર્લ્ડકપની જીત. કપિલ દેવની આગેવાનીવાળી ટીમે જે વાત સાચી સાબિત કરી બતાવી હતી જે લોકોએ સપનામાં પણ નહોતી વિચારી. તે જીતે ભારતીય ક્રિકેટને જ બલદી નાંખ્યું અને હાલમાં તો ભારત ક્રિકેટનુ સુપર પાવર બની ગયું છે.

1983નો વર્લ્ડકપ જીતનારી ટીમના મહત્વના ખેલાડી હતી કપિલ દેવના બોલિંગ પાર્ટનર મદન લાલ. આજે (20 માર્ચ) પોતાનો જન્મ દિવસ મનાવી રહેલા મદન લાલની એક બોલ ફાઈનલ મેચમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. નબળી ગણાતી ભારતીય ટીમે ક્લાઈવ લોયડની ખતરનાક ટીમને પરાજય આપ્યો હતો.

આગળ ક્લિક કરો અને જુઓ, 1983ના વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મદન લાલના તે બોલનો કમાલ જેના દમ પર ભારતે જીતો હતો વર્લ્ડકપ અને રચ્યો હતો ઈતિહાસ......