ખરાબ દેખાવના કારણે હાર્યા : હરભજન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ ઇન્ડિયન્સના સુકાની હરભજનસિંઘે જણાવ્યું હતું કે અમારી ટીમ ચેમ્પિયન્સ લીગમાં લાયન્સ સામે ખરાબ પ્રદર્શનના કારણે પરાસ્ત થઇ હતી. અમે અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. મારા મતે અમે ૨૦ જેટલા ઓછા રન કર્યા હતા. અમારા બેટ્સમેન હરીફ ટીમના સ્પિનર્સ સામે વધારે રન બનાવી શક્યા નહોતા. નાનેસ ચાર ઓવરમાં માત્ર ૧પ રન બનાવી શક્યો હતો. મિચેલ જ્હોન્સન અમારી ટીમનો એકમાત્ર ડાબોડી બોલર હોવાના કારણે તેને બોલિંગ કરવાની તક આપી હતી.