તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BCCIને સુપ્રીમ કોર્ટ તરફથી ફટકાર, કહ્યું- કાયદાનું પાલન કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'બીસીસીઆઇના લોકો ભગવાન જેવુ વર્તન કરી રહ્યાં છે. તમે સુધરી જાઓ, નહી તો અમે તમને સુધારીશું' બીસીસીઆઇમાં સુધાર માટે જસ્ટિસ આરએમ લોઢાની આગેવાનીમાં કમિટી બની હતી. કમિટીએ પોતાના રિપોર્ટમાં બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર સહિત ટોપના અધિકારીઓને બહાર કરવાની વાત કહી હતી.
લોઢા પેનલે પોતાના રિપોર્ટમાં શું કહ્યું
- લોઢા કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પોતાના સ્ટેટસ રિપોર્ટમાં બીસીસીઆઇના અધ્યક્ષ સહિત તમામ ટોપના અધિકારી બદલવાની વાત કહી હતી.
- રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ કે બીસીસીઆઇ અને તેના અધિકારી કોર્ટના નિર્દેશોનું પાલન નથી કરતા. તે કોર્ટ અને લોઢા પેનલની ઓથોરિટીને ઓછી કરી રહ્યાં છે.
- પેનલના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે બીસીસીઆઇ તેના કોઇ ઇમેલનો જવાબ આપતુ નથી, આ એક રીતે કોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન છે.
લોઢા કમિટીની શું હતી ભલામણ?
1# લોઢા કમિટીએ પોતાની ભલામણોમાં કહ્યું હતુ કે બીસીસીઆઇના અધિકારી ટીમમાં 3 લોકોની મજબૂત પેનલ હોવી જોઇએ. બોર્ડે 5 પેનલ બનાવી દીધી.
- BCCIના નિયમ અનુસાર, પાંચ સિલેક્ટર્સની પસંદગી કરવામાં આવે છે, તેમાંથી એક ચીફ સિલેક્ટર હોય છે.
2# કમિટીની ભલામણોમાં કહેવામાં આવ્યુ હતુ કે તમામ સિલેક્ટર્સ પાસે ટેસ્ટ પ્લેઇંગનો અનુભવ હોવો જોઇએ. નવી સિલેક્શન કમિટીના બે મેમ્બર્સ જતિન પરાંજપે અને ગગન ખોડા એક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી.
- BCCIના નિયમો હેઠળ સિલેક્ટરનું ટેસ્ટ મેચ રમવુ જરૂરી નથી.
શું કહે છે એક્સપર્ટ?
- ક્રિકેટ એક્સપર્ટ અયાઝ મેમણ અનુસાર, 'લોઢા કમિટીની ભલામણો અનુસાર કોઇ સિલેક્ટર બે ટર્મ નથી કરી શકતું. માટે પહેલા સિલેક્ટર રહી ચુકેલા ખેલાડી તેમાં લેવામાં આવ્યા નથી. કેટલાક સીનિયર પ્લેયર્સ જેવા કે રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કરે તેમાં રસ દાખવ્યો નહતો.'
-'જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં બદલાવ કર્યા બાદ BCCI સિલેક્ટર્સની પસંદગી કરે પરંતુ BCCIએ હજુ સુધી આ બદલાવ કર્યો નથી.
- BCCIના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ આપી શકાય છે. સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવે તો સિલેક્ટર્સને હટાવવામાં આવી શકે છે.
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો..
અન્ય સમાચારો પણ છે...