તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • SL Vs PAK Live Score: Champions Trophy 2017 Cricket Scorecard, Commentary, News, Updates

LIVE SL Vs PAK: મેચ રોમાંચક તબક્કામાં, શ્રીલંકાનો સંઘર્ષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્ડિફ: લડાયક અડધી સદી નોંધાવનાર સરફરાઝ એહમદે મોહમ્મદ આમીર સાથે 8મી વિકેટે 75* રનની ભાગીદારી નોંધાવતા પાકિસ્તાને અહીં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ-બીની છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાને 3 વિકેટે પરાજય આપીને સેમિ.માં પ્રવેશ કરી લીધો હતો. શ્રીલંકાના 236 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પાકે. 44.5 ઓવરમાં 7 વિકેટે 237 રન બનાવીને  વિજય મેળવી લીધા હતો.
 
પાકિસ્તાનની ઇનિંગ્સમાં અલીએ 34,  ઝમાને 50 રનનું યોગદાન આપ્યું હતું. સરફરાઝે 61*, આમીરે 28* રન બનાવીને પાક.ને વિજય અપાવી દીધો હતો. શ્રીલંકા માટે નુવાન પ્રદીપે 3 વિકેટ ખેરવી હતી. શ્રીલંકાની ઇનિંગ્સમાં ડિકવેલાએ 73 તથા મેથ્યુઝે 39 રન બનાવ્યા હતા. 
 
સરફરાઝ-આમિરની મહત્વની ભાગીદારી
 
- સરફરાઝ અહેમદે 61* રન જ્યારે મોહમ્મદ આમિરે 28* રન બનાવ્યા હતા.
- એક સમયે પાકિસ્તાનની 162 રનમાં 7 વિકેટ પડી ગઇ હતી તે બાદ સરફરાઝ અને મોહમ્મદ આમિરે મહત્વની ભાગીદારી કરી ટીમને મેચ જીતાડી હતી.
- આ ઇનિંગ બદલ સરફરાઝ અહેમદને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...
 
 
અન્ય સમાચારો પણ છે...