તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LIVE IND Vs AUS: ભારતની સંગીન શરૂઆત, વિજય અડધી સદીની નજીક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 360 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા (130) અને રિદ્ધિમાન સહા (18) રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી પૂજારાએ સદી ફટકારી હતી. આ સિરીઝમાં ભારત તરફથી આ પ્રથમ સદી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત હજુ ઓસ્ટ્રેલિયાથી 91 રન પાછળ છે અને તેની 4 વિકેટ બાકી છે.
કમિન્સની 4 વિકેટ
 
- ભારતને પ્રથમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો.
- લોકેશ રાહુલ 67 રન બનાવી કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી બેઠો હતો.
- ત્યારબાદ મુરલી વિજય 82 રને સ્ટીવ ઓ કીફની ઓવરમાં વેડના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો.
- વિરાટ કોહલી 6 રને કમિન્સની ઓવરમાં સ્મિથને કેચ આપી બેઠો હતો
- અજિંક્ય રહાણે 14 રને કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી બેઠો હતો.
- કરૂણ નાયર 23 રને હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. 
 
ઓસ્ટ્રેલિયા 451માં ઓલ આઉટ
 
- ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ અણનમ 178 રનની ઇનિંગ રમી હતી.
- જ્યારે ગ્લેન મેક્સવેલે 104 રન બનાવ્યા હતા.
- સ્મિથ અને મેક્સવેલે પાંચમી વિકેટ માટે 191 રનની ભાગીદારી કરી હતી.
- સ્મિથે કારકિર્દીની 19મી સદી ફટકારી હતી જ્યારે મેક્સવેલે પ્રથમ સદી ફટકારી હતી.
 
જાડેજાનો તરખાટ
 
- રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી.
- કમિન્સ 0 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ આઉટ થયો હતો
મેથ્યૂ વેડ 37 રને જાડેજાની ઓવરમાં સહાને કેચ આપી બેઠો હતો.
- આ પહેલા ગ્લેન મેક્સવેલ 104 રન બનાવી જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો.
 
શ્રેણીમાં ભારતની પ્રથમ સદી
રાંચી ટેસ્ટમાં ભારતના ચેતેશ્વર પૂજારાએ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ શ્રેણીમાં ભારતીય દ્વારા ફટકારેલી પ્રથમ સદી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી સુકાની સ્ટિવ સ્મિથે 2 અને ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહેલા ગ્લેન મેક્સવેલે એક સદી ફટકારી હતી.
 
7 વર્ષ પછી પ્રથમ 3 બેટ્સમેનના 50+ રન
ઓસ્ટ્રેલિયા સામેની રાંચી ટેસ્ટમાં ભારતના પ્રથમ ત્રણ બેટ્સમેને 50થી વધારે રન બનાવ્યા હતા. 2010 પછી પ્રથમ બનાવ છે જ્યારે ટેસ્ટની એક ઇનિંગ્સમાં ભારતના ત્રણ બેટ્સમેને પચાસ કરતા વધારે રન બનાવ્યા છે. રાંચીમાં ભારતના પ્રથમ ત્રણ બેટ્સમેન લોકેશ રાહુલ(67), મુરલી વિજય(82) અને પૂજારા(130*)એ પચાસ કરતા વધારે રન બનાવ્યા હતા. 2006થી 2010 વચ્ચે આઠ વખત આમ બન્યું હતું, જોકે છેલ્લા સાત વર્ષમાં આવી પ્રથમ ઘટના બની છે.
 
વિજય-પૂજારાએ સચિન-ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો
પૂજારા અને વિજયે 102 રની ભાગીદારી નોંધાવી ભારત તરફથી ટેસ્ટ મેચમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધારે એવરેજથી બે હજારથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ બન્ને અત્યાર સુધી 37 ઇનિંગ્સમાં 66.6ની એવરેજથી 2466 રન બનાવી ચુક્યા છે. આ જોડીએ સચિન અને ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. ગાંગુલી- સચિનની જોડીએ 71 ઇનિંગ્સમાં 61.4ની એવરેજથી 4173 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ’16-17ની ઘરેલું સિરીઝમાં આ બન્ને વચ્ચે છઠ્ઠી સદીની ભાગીદારી નોંધાઈ હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો