તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND Vs AUS: ભારત જીતથી 8 વિકેટ દૂર, ઓસ્ટ્રેલિયા 2nd ઇનિંગમાં 23/2

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. ભારતને મેચ જીતવા માટે અંતિમ દિવસે 8 વિકેટની જરૂર હતી પરંતુ શોન માર્શ અને પીટર હેન્ડ્સકોમ્બે મળીને ટીમની હારને ટાળી હતી. અંતિમ દિવસે સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 204 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 9 વિકેટ જ્યારે ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાને આ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 603/9 રને ડિકલેર કરી 152 રનની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આ પહેલા પ્રથમ ઇનિંગમાં 451 રન બનાવ્યા હતા. 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 25 માર્ચથી ધરમશાળામાં રમાશે.
 
રવિન્દ્ર જાડેજાની ટેસ્ટમાં 9 વિકેટ
 
- રવિન્દ્ર જાડેજાએ ઓલ રાઉન્ડર પ્રદર્શન કર્યુ હતું. જાડેજાએ પ્રથમ ઇનિંગમાં અણનમ 54 રનની ઇનિંગ રમી હતી સાથે જ ટેસ્ટમાં 9 વિકેટ પણ ઝડપી હતી. 
- જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 5 જ્યારે બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી.
- જાડેજાએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ડેવિડ વોર્નરને 17, નાથન લાયનને 0 અને સ્ટીવ સ્મિથને 21 તેમજ શોન માર્શને 53 રને આઉટ કર્યા હતા.
 
ચેતેશ્વર પૂજારાની બેવડી સદી
 
- ચેતેશ્વર પૂજારાએ 202 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની ત્રીજી બેવડી સદી હતી.
- જ્યારે રિદ્ધિમાન સહાએ કારકિર્દીની ત્રીજી સદી ફટકારતા 117 રનની ઇનિંગ રમી હતી. 
 ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી.
- પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી બેવડી સદી ફટકારી હતી જ્યારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેને 206 રનની ઇનિંગ રમી હતી.
- ચેતેશ્વર પૂજારા સૌથી વધુ ટેસ્ટ બોલ રમનાર ભારતીય ખેલાડી પણ બની ગયો છે.
- આ પહેલા રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરૂદ્ધ 2004માં 495 બોલ રમી 270 રન બનાવ્યા હતા.
- ચેતેશ્વર પૂજારા અને રિદ્ધિમાન સહા વચ્ચે સાતમી વિકેટ માટે 199 રનની ભાગીદારી નોધાઇ હતી.
 

ઓસ્ટ્રેલિયા 451માં ઓલ આઉટ
 

- ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ અણનમ 178 રનની ઇનિંગ રમી હતી.
- જ્યારે ગ્લેન મેક્સવેલે 104 રન બનાવ્યા હતા.
- સ્મિથ અને મેક્સવેલે પાંચમી વિકેટ માટે 191 રનની ભાગીદારી કરી હતી.
- સ્મિથે કારકિર્દીની 19મી સદી ફટકારી હતી જ્યારે મેક્સવેલે પ્રથમ સદી ફટકારી હતી.
  
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો