તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LIVE IND Vs AUS: પૂજારાની આક્રમક રમત, ભારત સંગીન સ્થિતિમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંચી: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 2 વિકેટે 23 રન બનાવી લીધા છે. રેન શો (7) રને અણનમ રહ્યો હતો. ડેવિડ વોર્નર (14) અને નાથન લાયન (2) રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં બોલ્ડ આઉટ થયા હતા. આ પહેલા ભારતે પ્રથમ ઇનિંગ 9 વિકેટે 603 રને ડિકલેર કરી હતી. ચેતેશ્વર પૂજારાએ 202 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીની ત્રીજી બેવડી સદી હતી. જ્યારે રિદ્ધિમાન સહાએ કારકિર્દીની ત્રીજી સદી ફટકારતા 117 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 451 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે ભારતને 152 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા હજુ ભારતથી 129 રન પાછળ છે અને તેની 8 વિકેટ બાકી છે.
 
 
ભારતના 603 રન
 
- ચેતેશ્વર પૂજારાના 202 તેમજ રિદ્ધિમાન સહાના 117 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 603 રને દાવ ડિકલેર કર્યો હતો.
- ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી.
- પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી બેવડી સદી ફટકારી હતી જ્યારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેને 206 રનની ઇનિંગ રમી હતી.
- ચેતેશ્વર પૂજારા સૌથી વધુ ટેસ્ટ બોલ રમનાર ભારતીય ખેલાડી પણ બની ગયો છે.
- આ પહેલા રાહુલ દ્રવિડે પાકિસ્તાન વિરૂદ્ધ 2004માં 495 બોલ રમી 270 રન બનાવ્યા હતા.
- ચેતેશ્વર પૂજારા અને રિદ્ધિમાન સહા વચ્ચે સાતમી વિકેટ માટે 199 રનની ભાગીદારી નોધાઇ હતી.
 
ભારતની આ રીતે પડી વિકેટ
 
- ભારતને પ્રથમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો.
- લોકેશ રાહુલ 67 રન બનાવી કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી બેઠો હતો.
- ત્યારબાદ મુરલી વિજય 82 રને સ્ટીવ ઓ કીફની ઓવરમાં વેડના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો.
- વિરાટ કોહલી 6 રને કમિન્સની ઓવરમાં સ્મિથને કેચ આપી બેઠો હતો
- અજિંક્ય રહાણે 14 રને કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી બેઠો હતો.
- કરૂણ નાયર 23 રને હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. 
- રિદ્ધિમાન સહા 117 રને જ્યારે  ચેતેશ્વર પૂજારા 202 રન બનાવી આઉટ થયો હતો
 
ઓસ્ટ્રેલિયા 451માં ઓલ આઉટ
 
- ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ અણનમ 178 રનની ઇનિંગ રમી હતી.
- જ્યારે ગ્લેન મેક્સવેલે 104 રન બનાવ્યા હતા.
- સ્મિથ અને મેક્સવેલે પાંચમી વિકેટ માટે 191 રનની ભાગીદારી કરી હતી.
- સ્મિથે કારકિર્દીની 19મી સદી ફટકારી હતી જ્યારે મેક્સવેલે પ્રથમ સદી ફટકારી હતી.
  
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો