તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • IND Vs SL Live Score: Champions Trophy 2017 Cricket Scorecard, Commentary, News, Updates

IND Vs SL: શ્રીલંકા માટે કરો યા મરોનો મુકાબલો, ભારત સામે મુકાબલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓવલ: બોલર્સે કરેલી દિશાવિહિન બોલિંગનો ફાયદો ઉઠાવીને શ્રીલંકાએ અહીં રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ-બીની હાઇસ્કોરિંગ મેચમાં ભારતને સાત વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશવાની પોતાની આશા જીવંત રાખી હતી. ભારતના છ વિકેટે 321 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે 48.4 ઓવરમાં ત્રણ વિકેટે 322 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.  કપરા રનચેઝ માટે મેદાને પડેલી શ્રીલંકન ટીમે 11 રનના સ્કોરે ડિકવેલા (7)ની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ગુનાથિલાકા તથા મેન્ડીસે બીજી વિકેટ માટે 159 રન નોંધાવીને ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો.
 
 
ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં શ્રીલંકાએ ઉલટફેર કરતા ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 321 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 48.4 ઓવરમાં 322 રન બનાવી મેચને જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસે 89, દાનુષ્કાએ 76, મેથ્યૂઝે 52* રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને 125 રન બનાવ્યા હતા. આ જીત સાથે જ શ્રીલંકાએ સેમિ ફાઇનલમાં પહોચવાની આશા જીવંત રાખી છે. હવે 11 જૂને ભારતે દક્ષિણ આફ્રિકા સામે જ્યારે શ્રીલંકાએ 12 જૂને પાકિસ્તાન સામે ટકરાવવાનું છે. આ બન્નેમાંથી જે ટીમ મેચ જીતશે તે સેમિ ફાઇનલમાં પહોચશે.
 
શ્રીલંકાનો વિજય
 
- શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવી સેમિ ફાઇનલમાં પહોચવાની પોતાની આશા જીવંત રાખી છે.
- શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસ અને દાનુષ્કાની બીજી વિકેટ માટેની 159 રનની ભાગીદારી ભારતને ભારે પડી હતી.
- કુશલ મેન્ડિસે 89 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
- જ્યારે દાનુષ્કાએ 76 રન બનાવ્યા હતા. તેને આ દરમિયાન 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
 
ભારતના 321 રન
 
- ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા.
- ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 125 રન જ્યારે રોહિત શર્માએ 78 અને ધોનીએ 63 રન બનાવ્યા હતા.
- જ્યારે અંતિમ ઓવરોમાં કેદાર જાધવે 13 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા.
 
ધવનના 125 રન
 
- શિખર ધવને આક્રમક રમત રમતા 125 રન બનાવ્યા હતા.
- આ દરમિયાન તેને 15 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં શિખર ધવને ત્રીજી સદી ફટકારી હતી.
 
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર
 
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો બીજો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો છે. અગાઉ તેણે 2013માં સાઉથ આફ્રિકા સામે સાત વિકેટે 331 રનનો સ્કોર ખડક્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ચોથી વખત 300 પ્લસ સ્કોર નોંધાવ્યો છે અને અન્ય ટીમો કરતાં વધારે છે. ટૂર્નામેન્ટમાં ઓવરઓલ કુલ 16 વખત 300 પ્લસ સ્કોર નોંધાયો છે. જેમાં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ 3-3 વખત, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાએ 2-2 વખત તથા પાકિસ્તાન અને બાંગ્લાદેશે 1-1 વખત આ સિદ્ધિ મેળવી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી સફળ જોડી
 
શિખર ધવન તથા રોહિત શર્મા ઓપનિંગ જોડી તરીકે ચેમ્પિયન્સ ટ્રોફીની સાત ઇનિંગ્સમાં 656 રન નોંધાવી ચૂક્યા છે. વિન્ડીઝના ચંદ્રપોલ તથા ક્રિસ ગેઇલ (નવ ઇનિંગ્સમાં 635) પાછળ રાખીને આ બંને ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી સફળ જોડી બની છે.
 
આઇસીસી ટૂર્નામેન્ટમાં કોહલીનું પ્રથમ ‘ડક’
 
વિરાટ કોહલી આઇસીસીની ટૂર્નામેન્ટમાં (વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટી20) પ્રથમ વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે. લગભગ ત્રણ વર્ષમાં પ્રથમ વખત તે ‘ડક’માં આઉટ થયો છે. છેલ્લે તે 2014ના ઓગસ્ટમાં કાર્ડિફ ખાતે ઇંગ્લેન્ડ સામે એક પણ રન બનાવી શક્યો નહોતો.
 
‘કુલ’ ધોનીએ હકનો રેકોર્ડ સરભર કર્યો
 
‘કેપ્ટન કુલ’ ધોનીએ શ્રીલંકા સામે 19મી અડધી સદી નોંધાવી હતી. આ મામલે શ્રીલંકા સામે માત્ર સચિન તેંડુલકર (25) તથા સઇદ અનવર (20) ધોની કરતાં આગળ છે. મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ઝમામ ઉલ હક (19)ના વિક્રમને સરભર કર્યો હતો. શ્રીલંકા સામે ધોનીએ 61.40ની સરેરાશથી 47 ઇનિંગ્સમાં 2149 રન બનાવ્યા છે.
 
 
‘કેપ્ટન કુલ’ ધોનીએ શ્રીલંકા સામે 19મી અડધી સદી નોંધાવી હતી. આ મામલે શ્રીલંકા સામે માત્ર સચિન તેંડુલકર (25) તથા સઇદ અનવર (20) ધોની કરતાં આગળ છે. મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ઝમામ ઉલ હક (19)ના વિક્રમને સરભર કર્યો હતો. શ્રીલંકા સામે ધોનીએ 61.40ની સરેરાશથી 47 ઇનિંગ્સમાં 2149 રન બનાવ્યા છે.
 
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...