તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LIVE IND vs NZ : વિરાટે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે, ગંભીરને ન મળી તક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકાતા : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બન્ને ટીમોનું સમાન પ્રભુત્વ જોવા મળ્યું હતું. ચેતેશ્વર પૂજારાના 87 અને અજિન્કિય રહાણેના 77 રનની મદદથી ભારતે પ્રથમ દિવસના અંતે 7 વિકેટ ગુમાવી 239 રન બનાવી લીધા છે. દિવસના અંતે રિદ્ધીમાન સહા 14 અને રવિન્દ્ર જાડેજા 00 રને રમતમાં છે. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
પૂજારા 87 રને આઉટ
- રહાણેએ શાનદાર બેટિંગ કરતા 77 રન બનાવ્યા હતા.
- ચેતેશ્વર પૂજારા 87 રન બનાવી કેચ આઉટ થયો હતો.
- પૂજારા 219 બોલ રમ્યો હતો અને 17 ફોર ફટકારી હતી.
- રહાણે અને પૂજારા વચ્ચે ચોથી વિકેટ માટે 141 રનની ભાગીદારી નોંધાઈ હતી.
- વિરાટ કોહલી 09 રન બનાવી બૌલ્ટનો શિકાર બન્યો હતો.
- મુરલી વિજય 09 રને આઉટ થયો હતો.
- શિખર ધવન 1 રન બનાવી બોલ્ડ થયો.
ગંભીરને ન મળી તક
- કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ રમાનાર બીજી ટેસ્ટમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- ટીમમાં ગૌતમ ગંભીરની તક મળી નથી, શિખર ધવનનો સમાવેશ કરાયો છે.
વિલિયમસન ઈજાને કારણ બહાર
- બીજી ટેસ્ટ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે.
- ઈજાને કારણે ટીમનો કેપ્ટન કેન વિલિયમસન બહાર થઈ ગયો છે.
- રોસ ટેલર બીજી ટેસ્ટમાં કેપ્ટન્સી કરી રહ્યો છે.
બન્ને ટીમ આ પ્રમાણે છે
ભારત : મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિન્કિય રહાણે, રોહિત શર્મા, આર.અશ્વિન, રિદ્ધિમાન સહા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
ન્યૂઝીલેન્ડ : લથામ, માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિચોલ્સ, રોસ ટેલર (કેપ્ટન), લ્યૂક રોન્ચી, સેન્ટનર, વેટલિંગ, જીતન પટેલ, વેંગનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો.......
અન્ય સમાચારો પણ છે...