ભારત-શ્રીલંકા લાઇવ સ્કોર: વિરાટ-પૂજારાની આક્રમક રમત,ટીમ સંગીન સ્થિતિમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાગપુર: ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગમાં શ્રીલંકાએ 1 વિકેટ ગુમાવી 21 રન બનાવી લીધા છે. કરૂણારત્ને (11) અને થિરિમાને (9) રને અણનમ રહ્યાં હતા. આ પહેલા શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં 205 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 610 રન બનાવી પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. જેને કારણે 405 રનની લીડ મળી હતી. શ્રીલંકા હજુ ભારતથી 384 રન પાછળ છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 213 રન બનાવ્યા હતા.

ભારતના 610 રન

 

- ભારતે 6 વિકેટ ગુમાવી 610 રને પોતાની પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી.

- ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 213 રન, ચેતેશ્વર પૂજારાએ 143 રન, મુરલી વિજયે 128 રન અને રોહિત શર્માએ અણનમ 102 રન બનાવ્યા હતા.

- વિરાટ કોહલીએ ટેસ્ટ કારકિર્દીની પાંચમી બેવડી સદી ફટકારી હતી.

- આ દરમિયાન વિરાટ કોહલીએ 17 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

 

- વિજય અને પૂજારાએ બીજી વિકેટ માટે 209 રનની ભાગીદારી નોધાવી હતી.

-ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની 14મી સદી ફટકારી હતી જ્યારે મુરલી વિજયે ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારી હતી.

 

શ્રીલંકા 205 રનમાં ઓલ આઉટ

 

- શ્રીલંકા પ્રથમ ઇનિંગમાં 205 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું.
- શ્રીલંકા તરફથી દિનેશ ચાંદીમલે 57 અને કરૂણારત્નેએ 51 રન બનાવ્યા હતા.
- ભારત તરફથી આર.અશ્વિને સૌથી વધુ 4, ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી.

 

આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...