LIVE: જીતની નજીક ભારત, સતત 9 શ્રેણી જીતી વર્લ્ડ રેકોર્ડની કરશે બરાબરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. આ સાથે જ ભારતે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી હતી અને ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની સતત 9 ટેસ્ટ સિરીઝ જીતવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી.વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. ભારતની પ્રથમ ઇનિંગના 536 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગમાં 373 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી જેને કારણે ભારતને 163 રનની લીડ મળી હતી. ભારતે બીજી ઇનિંગ 5 વિકેટ ગુમાવી 246 રને ડિકલેર કરી હતી અને શ્રીલંકાને જીત માટે 410 રનનો પડકાર આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાને ટીમે 299 રને 5 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે મેચને ડ્રો જાહેર કરવામાં આવી હતી. શ્રીલંકા તરફથી રોશન સિલ્વા (74) અને નિરોશન ડીકવેલા (44) રને અણનમ રહ્યાં હતા. જ્યારે ધનંજય ડી સિલ્વા (119) રને રિટાયર્ડ હર્ટ થયો હતો. 

 

જાડેજાની 3 વિકેટ

 

- ભારત તરફથી બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવતા 3 વિકેટ ઝડપી હતી.

- શ્રીલંકાને પ્રથમ ફટકો સમરવીકરમાના રૂપમાં લાગ્યો હતો, તેને મોહમ્મદ શમીએ  5 રને રહાણેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

- ત્યારબાદ દિમુથ કરૂણારત્ને (13), સુરંગા લકમલ (0) અને એન્જેલો મેથ્યૂઝ (1) રને જાડેજાની ઓવરમાં આઉટ થયા હતા.

દિનેશ ચાંદીમલ 36 રને અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

 

ભારતના બીજી ઇનિંગમાં 5/246 રન ડિક.

 

- ભારતે પોતાની બીજી ઇનિંગ 5 વિકેટ ગુમાવી 246 રને ડિકલેર કરી હતી.
- ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 67 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ 50-50 રન બનાવ્યા હતા.
- જ્યારે ચેતેશ્વર પૂજારાએ 49 રનની ઇનિંગ રમી હતી.

 

શ્રીલંકા 373 રનમાં ઓલ આઉટ

 

- શ્રીલંકા પ્રથમ ઇનિંગમાં 373 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું.
- શ્રીલંકા તરફથી કેપ્ટન દિનેશ ચાંદીમલે સૌથી વધુ 164 રન બનાવ્યા હતા. આ તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ હતો.
- જ્યારે એન્જેલો મેથ્યૂઝે 111 રન બનાવ્યા હતા.
- ભારત તરફથી ઇશાંત શર્મા અને આર.અશ્વિને સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે જાડેજા અને શમીએ 2-2 વિકેટ ઝડપી હતી.

 

ભારતના 536 રન

 

- ભારતે પોતાની પ્રથમ ઇનિંગ 7 વિકેટે 536 રને ડિકલેર કરી હતી.
- ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 243 રન જ્યારે મુરલી વિજયે 155 રન બનાવ્યા હતા.
- મુરલી વિજયે શાનદાર પ્રદર્શનને આગળ વધારતા સતત બીજી સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની 11મી સદી હતી.
- ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિઅરના 5 હજાર રન પૂર્ણ કર્યા હતા. કોહલી આ સિદ્ધી મેળવનારો 11મો ભારતીય બેટ્સમેન છે.
- કોહલી અને મુરલી વિજય વચ્ચે 283 રનની ભાગીદારી ત્રીજી વિકેટ માટે નોંધાય હતી. કોહલીએ કેપ્ટન તરીકે પણ 3000 રન પુરા કર્યા હતા. 
-કોહલીએ શ્રીલંકા સામે સતત બીજી અને આ વર્ષની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. કોહલીએ કેપ્ટન તરીકે 6 બેવડી સદી ફટકારી લારાનો રેકોર્ડ તોડ્યો.

 

આગળની સ્લાઇડમાં જુઓ, મેચની લેટેસ્ટ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...