LIVE IND V SL: ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલ્લેકલ: શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવી 329 રન બનાવ્યા હતા.  ભારત તરફથી રિદ્ધિમાન સાહા (13) અને હાર્દિક પંડ્યા (1) રને અણનમ રહ્યાં હતા. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 119 રન જ્યારે લોકેશ રાહુલે 85 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી પુષ્પકુમારાએ સૌથી વધુ 3 જ્યારે સદાકને 2 વિકેટ ઝડપી હતી. મહત્વપૂર્ણ છે કે ભારત ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં 2-0થી આગળ છે.
 
 
ભારતની આ રીતે પડી વિકેટ
 
- ભારતની સંગીન શરૂઆત થઇ હતી. ભારતને પ્રથમ ફટકો લોકેશ રાહુલના રૂપમાં લાગ્યો હતો. લોકેશ રાહુલ 85 રને પુષ્પકુમારાની ઓવરમાં કરૂણારત્નેને કેચ આપી બેઠો હતો.
- આ પહેલા લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 188 રન જોડ્યા હતા.
- ભારતને બીજો ફટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. ધવન 119 રને પુષ્પકુમારાની ઓવરમાં ચાંદીમલને કેચ આપી બેઠો હતો. આ દરમિયાન તેને 17 ફોર ફટકારી હતી.
- ત્યારબાદ ચેતેશ્વર પૂજારા 8 રને સદાકનની ઓવરમાં મેથ્યૂઝને કેચ આપી બેઠો હતો.
અજિંક્ય રહાણે 17 રને આઉટ થયો હતો.
વિરાટ કોહલી 42 રને સદાકનની ઓવરમાં કરૂણારત્નેને કેચ આપી બેઠો હતો.
- આર.અશ્વિને 31 રન બનાવ્યા હતા.
 
ભારતે જીત્યો ટોસ
 
- ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- ભારતે ટીમમાં એક બદલાવ કર્યો હતો. સસ્પેન્ડેડ રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ભારત ત્રણ ટેસ્ટ મેચી સીરિઝમાં 2-0થી આગળ છે.
 
બન્ને ટીમ આ રીતે છે:
 
ભારત: શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, આર.અશ્વિન, રિદ્ધિમાન સહા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ
 
શ્રીલંકા: થારંગા, કરૂણારત્ને, મેન્ડિસ, દિનેશ ચાંદીમલ (કેપ્ટન), એન્જેલો મેથ્યૂઝ, ડિકવેલા, ડી.પરેરા, પુષ્પકુમારા, સદાકન, ફર્નાન્ડો, કુમારા
 
આગળની સ્લાઇડમાં જુઓ, મેચી લેેટેસ્ટ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...