• Gujarati News
  • Lionel Messi Injured Again But Barcelona Wins To Spark Party

એટ્લેટિકો સામે બાર્સેલોના ૨-૧થી જીત્યું, મેસ્સી ઇજાગ્રસ્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટાર ખેલાડી લાયોનલ મેસ્સીને થયેલી ઇજા પણ એટ્લેટિકો મેડ્રિડને ૨-૧થી હરાવનાર તેની બાર્સેલોના ક્લબે જીતેલા ૨૨મા સ્પેનિશ લીગ ટાઇટલની ઉજવણીને અટકાવી શકી નહોતી.

જમણા પગમાં થયેલા હેમસ્ટ્રિંગની (સ્નાયુ ખેંચાઇ જવા) ઇજા બાદ મેસ્સી છ રાઉન્ડ બાદ પ્રથમ વખત રમ્યો હતો પરંતુ બાર્સેલોના ૧-૦થી આગળ હતું ત્યારે તેને ૬૮મી મિનિટે મેદાન છોડવાની ફરજ પડી હતી. ત્રણ સબસ્ટિટયૂટ ખેલાડી સાથે રમી રહેલી બાર્સેલોના માટે રડામેલ ફાલ્કોએ પ૨મી મિનિટે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો.

એટ્લેટિકો મેડ્રિડ તરફથી એલેક્સિ સાંચેઝે ૭૨મી મિનિટે ગોલ નોંધાવીને સરસાઇ ૧-૧થી સરભર કરી હતી. ત્યારબાદ એટ્લેટિકોના મિડફિલ્ડર ગાબી ફર્નાન્ડેઝે જાતે જ ૮૦મી મિનિટે આત્મઘાતી ગોલ કરતાં બાર્સેલોનાએ ચેમ્પિયન બનવાની ઉજવણી શરૂ કરી હતી.