તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રમતના ઇતિહાસની સૌથી મોટી ડીલ, 53 હજાર કરોડમાં વેચાઇ ફોર્મૂલા 1

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂયોર્ક: કાર રેસિંગની દુનિયાની સૌથી મોટી ચેમ્પિયનશિપ ફૉર્મ્યુલા વનને નવો માલિક મળી ગયો છે. અમેરિકન અબજપતિ જોન સી મેલોનની કંપની લિબર્ટી મીડિયાએ આશરે 53 હજાર કરોડ રૂપિયા (8 અબજ ડોલર)માં ખરીદી લીધી છે. આ સ્પોર્ટ્સ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આ પહેલા આ વર્ષે ફેરિટા બ્રધર્સે અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપને આશરે 26.5 હજાર કરોડ રૂપિયા (4 અરબ ડોલર)માં વેચી હતી.
શું છે આ ડીલ અને કેમ વેચાઇ ફૉર્મ્યુલા વન
- ફૉર્મ્યુલા વનને અબજોનું સામ્રાજ્ય બનાવનારા બર્ની એક્લેસ્ટન આવતા ત્રણ વર્ષ સુધી તેના સીઇઓ પદે યથાવત્ રહેશે.
- 85 વર્ષના એકલેસ્ટન ગત 40 વર્ષથી ફૉર્મ્યુલા વનના ચેરમેન છે. આગળ ચેજ કૈરી ફૉર્મ્યુલા વનના નવા ચેરમેન બનશે.
- કૈરી અત્યારે 21 સેન્ચુરી ફોકસના વાઇસ ચેરમેન છે. તેમને ન્યૂઝ કોર્પ મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોકના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે.
- ડીલની પ્રોસેસ 2017 સુધી પૂર્ણ થશે.
કેમ વેચાઇ ફૉર્મ્યુલા વન?
- ફૉર્મ્યુલા વન ચેમ્પિયનશિપના સૌથી વધુ શેર યૂરોપની સૌથી મોટી ફર્મ સીવીસી કેપિટલ પાર્ટનર્સ પાસે હતા. તેમની પાસે આશરે 35.5 ટકા શેર છે.
- પરંતુ કેટલાક વર્ષોથી આ ફૉર્મ્યુલા વન પર ધ્યાન નહતી આપી રહી. કેટલાક લોકોનો આરોપ છે કે આ ફર્મે ગત 10 વર્ષમાં રમતનો વિકાસ કરવામાં કોઇ કામ નથી કર્યુ.
- જેને કારણે આ ચેમ્પિયનશિપ માર્કેટમાં પોતાની શાખને ગુમાવી રહી હતી. ફૉર્સ ઇન્ડિયાના ડેપ્યુટી ટીમ પ્રિન્સિપલ બોબ ફેર્નલીએ તો એટલે સુધી કહ્યું હતુ કે સીવીસીને ફૉર્મ્યુલા વન પ્રત્યે કોઇ લગાવ નથી.
- આ વર્ષની શરૂઆતમાં ફૉર્મ્યુલા વન ડ્રાઇવર્સે એક લેટર લખીને મેનેજમેન્ટને ડિસિઝન તથા ખરાબ સ્ટ્રક્ટરની ટીકા કરી હતી.
- ખુદ તેના બોસ બનેલા એકલેસ્ટને કહ્યું- 'F1 સૌથી ખરાબ સમયમાં છે. હું આ રેસને જોવા માટે પોતાની ફેમિલીને લાવવા માટે રૂપિયા ખર્ચ નહીં કરૂ'
કોને વેચી આ કંપની?
- બ્રિટનના બર્ની એકલેસ્ટન અત્યાર સુધી ફૉર્મ્યુલા વનની પેરેન્ટ કંપની રહેલી ડેલ્ટા ટોપકોના કો-ઓનર છે.
- તેમને પોતાના દમ પર ગત 40 વર્ષમાં આ રેસિંગ ચેમ્પિયનશિપને પોપ્યુલર બનાવી ટોપ પર પહોચાડી હતી.
- ફૉર્મ્યુલા વનમાં તેમને પોતાની કારકિર્દીની શરૂઆત એક કોમ્પીટિટરના રૂપમાં કરી હતી. 1972માં તે બાર્બહેમ ટીમના માલિક બન્યા, પછી તેઓ આ ચેમ્પિયનશિપની મેનેજમેન્ટ ટીમમાં આવ્યા અને આગળ જઇને તેના બોસ બની ગયા.
- એપ્રિલ, 2012માં તેમને 35 વર્ષની ફાબિયાના ફ્લોસી સાથે લગ્ન કર્યાં હતાં, આ તેમના ત્રીજા લગ્ન હતાં. તમારા અને પેટ્રા તેમની બે દીકરીઓ છે.
કોને ખરીદી?
- 75 વર્ષના જોન મેલોન લિબર્ટિ મીડિયાના માલિક છે, તેમને 1963માં બેલ ટેલિફોન લેબોરેટ્રીઝથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
- તે બાદ તે મેકિંસે એન્ડ કંપની, જનરલ ઇન્સ્ટ્રુમેન્ટ કોર્પોરેશન, જેરોલ્ડ ઇલેક્ટ્રોનિક્સ, બેન્ક ઓફ ન્યૂયોર્ક મેલોન જેવી કંપની સાથે પણ જોડાયા હતા.
- પોતાની એગ્રેસિવ પોલિસીઓને કારણે તેમને મેડ મેક્સ પણ કહેવામાં આવે છે. તે સોશિયલ વર્ક માટે કરોડો ડોલરનું દાન કરી ચુક્યા છે. અંગત જીવનમાં મેલોન લાઇમ લાઇટથી દૂર રહે છે.
- લિબર્ટિ મીડિયા પાસે 50થી વધુ ચેનલની સાથે કેટલાક સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ બિઝનેસની ભાગીદારી પણ છે, જેમાં ડિસ્કવરી ચેનલ પણ શામેલ છે.
- ફોર્બ્સ અનુસાર જોન મેલોન ખુદ 47 હજાર કરોડ રૂપિયાનો માલિક છે, જેમાં તેની કંપનીની કિંમત સામેલ નથી.
ફૉર્મ્યુલા વન રેસિંગના વિશ્વભરમાં 50 કરોડ દર્શક
- ફૉર્મ્યુલા વન રેસિંગની સૌથી લોકપ્રિય ચેમ્પિયનશિપ છે. વિશ્વભરમાં તેના આશરે 50 કરોડ ટીવી દર્શક છે.
- આ રેસની અધિકારીક શરૂઆત 1950માં થઇ હતી. સિંગલ સીટ કાર રેસિંગમાં કોઇ પણ બીજી ચેમ્પિયનશિપ લોકપ્રિયતા અને સફળતાના મામલે તેની આસપાસ પણ નથી.
આગળની સ્લાઇડમાં જુઓ, અત્યાર સુધી આ રેસમાં કેટલાના મોત થયા...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો