હું રમવા માગું છું અને પરિવાર મારાં લગ્ન પાછળ‌ પડ્યો છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લૉન બોલની રાષ્ટ્રીય ખેલાડી અનવરી ખાતુને જણાવ્યું-આજે પણ છોકરીઓ પ્રત્યે લોકોની માનસિકતા બદલાઇ નથી

રાંચી : લૉન બોલની રાષ્ટ્રીય ખેલાડી અનવરી ખાતૂન રાંચીમાં છે. તે નક્સલ પ્રભાવિત ક્ષેત્ર ડાલટનગંજના નાવાટોલી સ્થિત પોતાનું ઘર છોડીને રાજધાનીમાં એટલા માટે છે કે જેથી તે પોતાની રમતને નીખારી શકે અને કોમનવેલ્થ ગેમ્સ - 2018ની તૈયારી કરી શકે. તેણે આરોપ લગાવ્યો હતો કે તેના ઘરવાળા તેમની જબરદસ્તી શાદી કરાવવા માગે છે જ્યારે તે દેશ માટે રમવા માગતી હતી. દૈનિક ભાસ્કર સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે કેવી રીતે લગ્નના દબાણ અને પરિવારના ડર હેઠળ જીવી રહી છે.

લગ્ન માટે આખી જિંદગી પડી છે, પહેલાં દેશ માટે રમી લઉં

મારા પરિવારજનો મેટ્રિકના સમયથી જ મારાં લગ્ન પાછળ પડ્યા છે. હું તેમને સમજાવીને અત્યાર સુધી પોતાની રમતને આગળ વધારતી રહી અને અભ્યાસ કરતી રહી. મારું લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ- 2018 છે. તેની તૈયારી કરી રહી હતી. તમામ ઘરવાળાઓએ જબરદસ્તી લગ્ના માટે દબાણ વધાર્યું તો રાંચી આવી ગઇ. મેં તેમને જણાવ્યું હતું કે લગ્ન માટે તો આખી જિંદગી પડી છે પરંતુ દેશ માટે રમવાની ઉંમર હજી બાકી છે. મહેનત પણ કરી શકું છું. લગ્ન કરી લઇશ તો રમી શકીશ નહીં. મેં એનએસસી જુઓલોજી અને એમબીએ (રુરલ ડેવલોપમેન્ટ)નો અભ્યાસ સ્કોલરશીપ મેળવીને પૂરો કર્યો હતો. બંને ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું. સાથે જ ગ્રામીણ વિકાસ વિભાગના મૃદા સરંક્ષણ વિભાગ, બુંડૂમાં અનુબંધ પર નોંકરી કરી રહી છું.

મેં કેરળમાં યોજાયેલી 35મી રાષ્ટ્રીય ગેમ્સમાં બ્રોન્ઝમેડલ જીત્યો હતો. અંડર-25 રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. હુંં નામકુનના લૉન બોલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી ત્યારે બીક લાગતી હતી કે ઘરમાંથી કોઇ આવીને હંગામો ન કરી દે. એટલા માટે મેં ડાલટનગંજના એસપીને તમામ જાણકારી 12 જૂને જ આપી દીધી હતી. હવે હું રાંચી એસએસપીને પણ મળીશ અને તમામ બાબતો જણાવીશ. સાચું એ છે કે અબ્બુ - અમ્મીનું સ્થાન કોઇ ન લઇ શકે. તેમણે પણ કંઇક અલગ વિચારવું જોઇએ. અમારા સમાજમાં આજે પણ છોકરીઓ શાંતિથી જીવી શકતી નથી. હું ઘરમાંથી ભાગી નથી.હું આરામથી રાંચીમાં રહું છું. અહીં રમી પણ રહી છું અને નોકરી પણ કરું છું. પરિવારને વિનંતી છે કે મને લક્ષ્ય હાંસલ કરવા દે.
આ છોકરી રાંચીમાં પ્રેક્ટિસ કરે છે. સારી ખેલાડી છે. ઓછા દિવસોમાં ઝડપથી આગળ વધી છે. પરિવારના મામલામાં હું કંઇ કહી ન શકું પરંતુ રમતમાં જે પણ મદદ કરવાની હશે તે હું કરવા માટે તૈયાર છું.- મધુકાંત પાઠક, ભારતીય લોન બોલ કોચ
અન્ય સમાચારો પણ છે...