તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લલિત મોદીની ગુગલી, લંડનમાં રહીને પુત્રની કરાવી રાજસ્થાન ક્રિકેટમાં એન્ટ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુર : રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશને આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીના પુત્ર રૂચીર મોદીની અલવર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનમાં ગુપચુપ રીતે તાજપોશી કરાવી દીધી છે. રાજસ્થાન ક્રિકેટમાં પુત્ર દ્વારા લલિત મોદીની આ એન્ટ્રીથી બીસીસીઆઈ પણ હેરાન થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે રૂચીરની અલવરનો પ્રેસિડેન્ટ બનાવવાની વાતને આરસીએ 20 દિવસો સુધી સરકારથી છુપાવી રાખી હતી. સોમવારે ભાસ્કરે આ વાતનો ખુલાસો કર્યો હતો કે રાજસ્થાન ક્રિકેટમાં રૂચીર મોદીને એન્ટ્રી થઈ ગઈ છે, જેથી આરસીએ સાંજે આ જાહેરાત કરી હતી કે અલવરમાં રૂચીર મોદી અધ્યક્ષ બન્યો છે.
ત્રણ મહિનાથી ચાલતી હતી તૈયારી
- આરસીએના આ દાવથી બીસીસીઆઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે. તમને આશા ન હતી કે લલિત મોદી આવી ગુગલી ફેકશે. લલિત મોદી આરસીએના અધ્યક્ષ બન્યા પછી બીસીસીઆઈએ આરસીએ સસ્પેન્ડ કરી દીધું છે.
- હવે લલિત મોદીએ પોતાના પુત્રની ક્રિકેટમાં એન્ટ્રી કરાવી દીધી છે, લલિત મોદી હવે આરસીએના પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપશે અને નવેમ્બરમાં પોતાના પુત્ર રૂચીરને પ્રસિડેન્ટ બનાવી દેશે.
- રૂચીર આરસીએનો પ્રસિડેન્ટ બનતા જ બીસીસીઆઈ અને આરસીએનો વિવાદ ખતમ થઈ જશે, કારણ કે બીસીસીઆઈને લલિત મોદી સામે વાંધો છે તેના પુત્ર સામે નહીં.
- મોદીએ સિક્રેટ રાખીને જે રીતે પુત્રની એન્ટ્રી કરાવી છે તે ચર્ચાનો વિષય છે. રાજસ્થાનના રમતમંત્રી ગજેન્દ્ર સિંહે પણ સ્વિકાર કર્યો હતો કે તેમને આ વાતની જાણ ન હતી. આ મુદ્દે બીસીસીઆઈએ ચુપ્પી બનાવી છે.
- ઉલ્લેખનિય છે કે અલવર ડિસ્ટ્રીક્ટ એસોસિયેશનની ચુંટણી 22 ઓગસ્ટનો રોજ યોજાઈ હતી અને પરિણામ પણ જાહેર કરી દીધું હતું. જોકે આ સિક્રેટ વિશે 20 દિવસ પછી જાણ થઈ હતી.
મોદી લંડનમાં બેઠા-બેઠા બન્યા અધ્યક્ષ, પુત્ર અલવરમાં ન હતો
- આ વાત 13 ઓગસ્ટ 2014ની છે. લલિત મોદી લંડનમાં હતા, ત્યાં બેઠા-બેઠા નાગોર ડિસ્ટ્રીક્ટ એસોસિયેશનના અધ્યક્ષ પદની ચુંટણી લડી હતી.
- આવી જ ઘટના 22 ઓગસ્ટ 2016માં બની. લલિત મોદીનો પુત્ર રૂચીર અલવર ડિસ્ટ્રીક્ટ એસોસિયેશનનો અધ્યક્ષ બની ગયો, ત્યારે તે પણ અલવરમાં ન હતો.
મની લોન્ડ્રીંગ કેસમાં આરોપી છે લલિત મોદી
- લલિત મોદી બીસીસીઆઈમાં 2005થી 2010 સુધી વાઇસ પ્રેસિડેન્ટ હતા.
- આઈપીએલની શરૂઆત લલિત મોદીએ કરાવી હતી. 2008થી 2010 સુધી આઈપીએલમા ચેરમેન રહ્યા હતા.
- 2010માં લલિત મોદી ઉપર ફાયનાન્સિયલ ગડબડીનો આરોપ લાગ્યો હતો, ત્યારથી તે લંડનમાં છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, લલિત મોદી અને તેના પુત્ર રૂચીર મોદીની તસવીરો........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો