પિતા હતા ઈંટની ભઠ્ઠીના માલિક, હવે વૈભવી લાઈફ જીવે છે 23 વર્ષીય ક્રિકેટર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટનીપ્રથમ કુલદીપ યાદવ 4 વિકેટ ઝડપી કુલદીપ યાદવ છવાય ગયો છે. કુલદીપે આ અગાઉ તેની ડેબ્યૂ ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયા સામે આવો જ તરખાટ મચાવ્યો હતો. શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટ માટે જાડેજા સસ્પેન્ડ થતા કુલદીપને તક મળી હતી. કુલદીપના શાનદાર દેખાવને કારણે તેને વન-ડે સિરીઝ અને એકમાત્ર ટી-20 માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કુલદીપના પિતા એક સમયે ઈંટની ભઠ્ઠી ચલાવતા હતા, જ્યારે હવે કુલદીપ રોયલ લાઈફની મજા માણે છે.
 
 
 
પિતાનું સપનું પૂર્ણ કર્યું....
 
- કુલદીપનો જન્મ યુપીના ઉન્નાવ જીલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેના પિતા ઈંટની ભઠ્ઠીના માલિક હતા. તેમને પણ ક્રિકેટનો જબરો શોખ હતો.
- કુલદિપતના પિતા ટીવી પર મેચ જોવાનું ક્યારેય ચુકતા નહોતા. 14 ડિસેમ્બર, 1994ના રોજ કુલદીપનો જન્મ થયા બાદ પિતાએ તેને ક્રિકેટર બનાવવાનું વિચાર્યું.
- કુલદીપે જણાવ્યું કે, ‘મને આ રમત નહોતી પસંદ, હું માત્ર મિત્રો સાથે ટેનિસ બોલથી ક્રિકેટ રમતો. અભ્યાસમાં પણ સારો હતો.’ જોકે, કુલદીપ પોતાની અને પિતાની મહેનતથી એક શ્રેષ્ઠ સ્પિનર છે.
 
કુંબલે-કોહલી વિવાદમાં પણ સામે આવ્યું હતું નામ
 
- વિરાટ કોહલી અને પૂર્વ કોચ અનિલ કુંબલે વચ્ચેના વિવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટમાં કુલદીપ યાદવને રમાડવાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે.
- 25 માર્ચ 2017ના રોજ પ્રથમવાર કુલદીપને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેણે 23 ઓવરમાં 68 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
- કુલદીપના શાનદાર પ્રદર્શન થકી જ ભારતીય ટીમે તે ટેસ્ટ મેચ 8 વિકેટથી જીતી લીધી હતી. જોકે મેચમાં ઈજાને ન રમનાર કોહલી ટીમમાં કુલદીપના સ્થાને અન્ય ખેલાડીનો સમાવેશ કરવા માગતો હતો.
- જોકે કુંબલેએ તે સમયે કોહલીને પૂછ્યા વગર કુલદીપને રમાડવાનો નિર્ણય લીધો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ રોયલ લાઈફ જીવતા કુલદીપ યાદવની તસવીરો............)