• Gujarati News
  • Kolkata Knight Riders Beats Pune Warriors Gambhir Man Of The Match IPL 2013

પૂણેનું કંગાળ પ્રદર્શન યથાવત, કોલકાતાનો આસાન વિજય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેન ઓફ ધ મેચ ગૌતમ ગંભીરની અડધી સદી બાદ બોલરોએ કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ-6માં સૌથી કંગાળ પ્રદર્શન કરનારી પૂણે વોરિયર્સ ટીમને વધુ એક પરાજય આપ્યો. કોલકાતાએ પૂણેને 46 રને કચડી નાંખ્યું.

સુબ્રતો રોય સહારા સ્ટેડિયમ ખાતે કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સુકાની ઓપનર ગૌતમ ગંભીરે 44 બોલમાં બનાવેલા 50 રન અને રેયાન ટેન ડોશ્ચેટે 21 બોલમાં ફટકારેલા આક્રમક 31 રનની મદદથી કોલકાતાએ 20 ઓવરમા 6 વિકેટે 152 રનનો સ્કોર ખડક્યો હતો. પૂણે તરફથી ભુવનેશ્વર કુમારે ત્રણ, મિચેલ માર્શે બે તથા પરવેઝ રસૂલે એક વિકેટ લીધી હતી.

153 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી પૂણેની શરૂઆત ખરાબ રહી હતી. પૂણેની શરૂઆત જ નહીં આ મેચમાં તેની બેટિંગ લાઈનઅપનો જ ધબડકો થયો હતો. ઓપનર રોબિન ઉથપ્પા (31) અને એન્જેલો મેથ્યુઝે (28 બોલમાં 40 રન) બે આંકડાનો સ્કોર નોંધાવ્યો હતો. આ સિવાય કોઈ બેટ્સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો નહોતો. પૂણેની ટીમ 19.3 ઓવરમાં 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકાતા તરફથી બાલાજીએ ત્રણ, ઈકબાલ અબ્દુલ્લાહ, જેક્સ કાલિસ અને સુનીલ નરૈને બે-બે તથા ભાટિયાએ એક વિકેટ લીધી હતી.