કોચીનો રેકોર્ડ ભારતની તરફેણમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વેસ્ટ ઇન્ડિઝનાં ખેલાડીઓ કોચી આવી પહોંચ્યા.)
- કોચીનો રેકોર્ડ ભારતની તરફેણમાં
- વન-ડે શ્રેણી : પ્રથમ વન-ડેમાં વરસાદની સંભાવના : કોચી ખાતે ભારત 8માંથી 6 મેચ જીત્યું છે : ગ્રાઉન્ડ સ્ટાફ વધારાયો
કોચી : ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમોના મોટા ભાગના ખેલાડીઓ સોમવારે કોચી પહોંચી ગયા છે. બંને ટીમો બુધવારે અહીં વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રમશે. જોકે આ મેચ પર વરસાદનું સંકટ તોળાયું છે. હવામાન વિભાગે મેચના દિવસે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. મેચમાં બંને ટીમોના વિજયની સંભાવના પર નજર નાખીએ તો યજમાન તથા વિશ્વન પ્રથમ ક્રમાંકિત ટીમ હોવાના નાતે ભારતનું પલ્લું ભારે જણાય છે.
મેદાનનો રેકોર્ડ ભારતીય ટીમની તરફેણમાં છે. અહીં રમાયેલી આઠમાંથી છ મેચ ભારતે જીતી છે. વિન્ડીઝ કોચીમાં બીજી મેચ રમશે અને પ્રથમ મેચમાં તેનો પરાજય થયો હતો.
આગળ ક્લિક કરો અને વાંચો, વરસાદની ચિંતા નથી...