સ્પોર્ટ્સ ડેસ્ક: કોઇપણ રમતવીરની સફળતા પાછળ તેના ગુરૂ એટલે કે કોચનો ફાળો મહત્વનો હોય છે. જેનું સૌથી મોટુ ઉદાહરણ છે ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર. તેના ગુરૂ એટલે કે નાનપણના કોચ રમાકાંત આચરેકર હતા. સચિનની સફળતામાં આચરેકરનો ફાળો ઘણો મોટો રહ્યોં છે.
divyabhaskar.com ગુરૂ પૂર્ણિમાના પ્રસંગે સચિન તેંડુલકરથી લઇને મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીના ગુરૂ વિશે જણાવી રહ્યું છે.
સચિનના ગાલે પડ્યો સણસણતો તમાચો, થયુ પરિવર્તન- માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ ક્રિકેટના પાઠ ભણવા માટે ગુરૂ પાસે જવુ પડ્યુ હતુ. સચિનના ગુરૂ રમાકાંત આચરેકર છે.
- આચરેકરની એક થપ્પડે સચિન તેંડુલકરનું જીવન પરિવર્તીત કરી નાખ્યુ. તેમની થપ્પડ બાદ સચિન આકરી મહેનતનું મહત્વ સમજવા લાગ્યો હતો.
- તેંડુલકર જ્યારે એક મેચ માટે નહોતો આવ્યો ત્યારે આચરેકરે તેને એક થપ્પડ મારી હતી.
સચિને કર્યો હતો ખુલાસો - સચિને એક દિવસ પોતાના ગુરૂના જન્મ દિવસે યાદોને વાગોળતા કહ્યું હતુ કે, “ સ્કૂલ છુટ્યા બાદ હું લંચ માટે ભાગીને મારા આન્ટીના ઘરે જતો હતો. આ દરમિયાન સર મારા માટે કેટલીક મેચોનું આયોજન કરતા હતા. તેઓ વિરોધી ટીમોને કહેતા કે હું ચોથા નંબર પર બેટિંગ કરવા માટે આવીશ.”
- આ જ રીતે એક દિવસ હું મેચ રમવાના બદલે મારા મિત્રો સાથે વાનખેડે સ્ટેડિયમ પહોંચી ગયો હતો.
- જ્યાં શારદાશ્રમ ઈંગ્લિશ મીડિયમ અને શારદાશ્રમ મરાઠી મીડિયમના છોકરાઓ વચ્ચે હેરિસ શીલ્ડની ફાઈનલ મેચ ચાલી રહી હતી અને હું મારી ટીમનો ઉત્સાહ વધારવા માટે ત્યાં ગયો હતો. ત્યાં મને મારા સર દેખાયા અને અમે તેમને અભિનંદન આપવા માટે પહોંચી ગયા.
- તે જાણતા હતા કે હું મેચ છોડીને આવ્યો છું તેમ છતાં તેમણે મને પૂછ્યું કે મેં કેવું પ્રદર્શન કર્યું.
- મેં ત્યારે તેમને કહ્યું કે મને લાગ્યું કે મારે મારી ટીમનો ઉત્સાહ વધારેવા માટે મેચ રમવી જોઈએ નહીં. ત્યારે મારા મોઢા પર લેટ કટ (જોરદાર તમાચો) પડ્યો. મારા હાથમાં ટિફિન બોક્સ હતું જે હવામાં ઉડ્યું અને તેનો સામાન વેરવિખેર થઈ ગયો હતો.
આગળની સ્લાઈડ્સ માં જાણો, અન્ય સ્પોર્ટ્સ સ્ટાર્સના ગુરૂ (કોચ) વિશે..