કેટરિના કૈફની સ્માઇલનો આશિક છે આ ઇન્ડિયન ક્રિકેટર, આવું છે સપનું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ઝિમ્બાબ્વે પ્રવાસ ઉપર સૌથી વધારે ચર્ચા ટીમ ઇન્ડિયાના યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલની થઈ રહી છે. પ્રશંસકોના ફેવરિટ બની રહેલા આ ક્રિકેટર વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે કે તે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફનો આશિક છે. તેને સૌથી વધારે કેટરિનાની સ્માઇલ પસંદ છે.
કેટરિનાને લઈને આવું છે સપનું
- ચહલ અભિનેત્રી સાથે ડેટ ઉપર જવા માંગે છે. આ તેનું સપનું છે.
- ચહલને સૌથી વધારે કેટરિના કૈફની સ્માઇલ પસંદ છે.
- ક્રિકેટરના મતે કેટરિનાની સ્માઇલ સૌથી વધારે અપીલિંગ છે.
- ચહલે ઝિમ્બાબ્વે સામેની ત્રણ વન-ડેમાં 6 વિકેટ ઝડપી છે. બીજી વન-ડેમાં તે મેન ઓફ ઝધ સિરીઝ રહ્યો હતો.
સ્પોન્સર ન મળ્યો તો બદલી નાખી રમત
- એકસમયે ચેસમાં કારકિર્દીના સપના જોઈ રહેલા ચહેલની ક્રિકેટ બનવાની કહાની ઘણી રસપ્રદ છે.
- રમતમાં કારકિર્દીની શરૂઆત ચેસથી કરી હતી. 7 વર્ષની ઉંમરમાં ચેસ રમવાનો પ્રારંભ કર્યો હતો.
- આ રમતમાં કારકિર્દી બનાવવા તેની પાસે ફેમિલી અને ખાસ કરીને પિતાનો ઘણો સપોર્ટ હતો.
- ચહલની પણ તેમાં ઘણો રસ હતો, જોકે તેને આ રમતમાં કોઈ સ્પોન્સર મળ્યો ન હતો.
- અહીંથી તેને ચેસ છોડીને ક્રિકેટમાં ધ્યાન લગાવ્યું હતું.
34 વિકેટ ઝડપીને આવ્યો ચર્ચામાં
- ક્રિકેટમાં ચહલે જલ્દી ધમાલ મચાવી હતી. સૌ પહેલા તે અંડર-19 કૂચ બિહાર ટ્રોફીથી ચર્ચામાં આવ્યો હતો.
- 2009માં આ ટૂર્નામેન્ટમાં 34 વિકેટ ઝડપી હતી.
- આ જ વર્ષે હરિયાણા માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
- ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન પછી બે વર્ષમાં જ તેને IPLમાં એન્ટ્રી મળી હતી.
- 2011માં મુંબઈ ઇન્ડિયન્સે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ત્રણ વર્ષ સુધી આ ટીમ સાથે રહ્યો હતો.
- 2014માં IPL-7ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીદ્યો હતો.
- આ પછીની સિઝનમાં તે હાઈએસ્ટ વિકેટ લેનાર બોલર બન્યો હતો. અહીંથી તેનું નસીબ બદલાઈ ગયું હતું.
- 2016ની IPL સિઝનમાં તેણે 13 મેચમાં 21 વિકેટ ઝડપી હતી.
- આ પ્રદર્શનના કારણે ઝિમ્બાબ્વે પ્રવાસમાં તેની પસંદગી થઈ હતી.
ચેસમાં પણ રહ્યો છે ચેમ્પિયન
- ચહલ ચેસમાં ઘણી ચેમ્પિયનશિપમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે.
- 2002માં તે આ રમતમાં અંડર-12માં ચેમ્પિયન રહ્યો હતો. આ પછીના વર્ષે એશિયન યૂથ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.
- ભારતની અંડર-16 ચેસ ટીમનો સભ્ય રહ્યો હતો. ગ્રીસમાં વર્લ્ડ યૂથ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.
- ચહલ ભારત તરફથી બે રમત (ચેસ અને ક્રિકેટ) રમનાર એકમાત્ર પ્લેયર છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ચહલની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ..........
અન્ય સમાચારો પણ છે...