• Gujarati News
  • National
  • Sushil Kumar Joins MS Dhoni's SportsFit Chain Of Gyms, Know Dhoni And His Different Business Ventures

ક્રિકેટર જ નહી બિઝનેસ માઇંડેડ પણ છે ધોની, આ છે તેના બિઝનેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ઓલિમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના સ્પોર્ટસફિટ જિમ સાથે જોડાયો છે. સુશીલે કહ્યું હતું કે ભારતમાં ફિટનેસના ક્ષેત્રમાં કામ કરવાની જરુર છે. સ્પોર્ટ્સફિટ લોકોને જરુરી જાણકારી અને ટ્રેનિંગ આપવાની દિશમાં શાનદાર કામ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે સ્પોર્ટ્સફિટ ધોનીની કંપની છે અને તેને એપ્રિલ 2012માં શરુ કરી હતી.
સ્પોર્ટ્સફિટની ખાસિયત
સ્પોર્ટ્સફિટ વર્લ્ડ પ્રાઈવેટ લિમીટેડ કંપની ધોનીએ પોતાના બિઝનેસ પાર્ટનર અને મેનેજર અરુણ પાંડે સાથે મળીને ખોલી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ કંપનીએ 32 નવા લોકેશનને જોડ્યા છે. આ જિમની ખાસિયત છે કે અહી રેગ્યુલર એક્સસાઇઝ અને એરોબિક્સ ક્લાસ ઉપરાંત જુંબા ડાન્સ અને બોક્સિંગના ક્લાસ પણ થાય છે.
બિઝનેસમાં હિટ છે ધોની
હાલમાં જ ફોર્બ્સ લિસ્ટમાં ધોની વર્લ્ડનો 23મો સૌથી અમીર એથ્લેટ જાહેર થયો હતો. જ્યારે વર્લ્ડના ટોપ-100 સેલિબ્રિટીઓમાં તે 82માં ક્રમાંકે છે. ફોર્બ્સના મતે છેલ્લા એક વર્ષમાં ધોનીની કુલ કમાણી 31 મિલિયન ડોલર એટલે કે 198 કરોડ રુપિયા છે. જેમાં ધોનીએ ક્રિકેટમાંથી 25.5 કરોડની કમાણી કરી છે. તેની બીજી કમાણી એન્ડોર્સમેન્ટ, ડીલ્સ અને બિઝનેસ દ્રારા થાય છે.
આ પ્રસંગે divyabhaskar.com વાચકાને જણાવી રહ્યું છે કેપ્ટન કૂલ ધોનીના બિઝનેસ વિશે. જેમાં તેની પોતાની કંપનીથી લઈને બીજી કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટનું પદ અને ઘણી સ્પોર્ટ્સ ટીમનો કો ઓનર હોવાનું સામેલ છે.
આગળની સ્લાઈડ્સ માં વાંચો, મહેન્દ્રસિંહ ધોનીના બિઝનેસ વિશે...