તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિંગ રિચાર્ડ્સ સાથે પ્રિન્સ વિરાટ કોહલીની મુલાકાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એન્ટીગુઆ : ભારતીય સુકાની વિરાટ કોહલી તથા અન્ય ક્રિકેટરોને મહાન ક્રિકેટર સર વિવિયન રિચાર્ડ્સે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલાં મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અહીં પ્રથમ ટેસ્ટ મેચ 21મી જુલાઇથી રમાશે અને સર રિચાર્ડ્સે ભારતીય ટીમના ખેલાડીઓની તેમની હોટેલમાં મુલાકાત લીધી હતી. રસપ્રદ બાબત એ છે કે બીસીસીઆઇ ભારતીય ક્રિકેટર્સનો રિચાર્ડ્સ સાથે વાતચીત કરતી તસવીરોને પોસ્ટ કરીને તેની ફોટોલાઇનમાં લખ્યું હતું કે ‘કિંગ રિચાર્ડ્સ સાથે પ્રિન્સ કોહલી’.

કોહલી, શિખર ધવન, અજિંક્ય રહાણે, મુરલી વિજય તથા લોકેશ રાહુલ જેવા ખેલાડીઓને રિચાર્ડ્સ સાથે તસવીર પડાવાની તક પણ મળી હતી. કોહલીએ રિચાર્ડ્સ સાથેનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું હતું કે શાનદાર તથા યાદગાર ‌પળ હતી. મહાન સર રિચાર્ડ્સ સાથે. તેમણે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી. આ પળો અમારા તમામ માટે સોનેરી સંભારણા સમાન બની ગઇ છે.
આગળ વાંચો ધીમી પિચો પર ધૈર્યપૂર્ણ બેટિંગ ચાવી રૂપ : રહાણે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો