વડોદરામાં ખેલ મહાકુંભ હોકીની સેમિફાઇનલનો પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાની ટીમે પણ સેમિમાં પ્રવેશ મેળવ્યો છે

રાજ્યભરમાં ૨૪ લાખથી વધુ ખેલાડીઓને આવરી લેતા ખેલ મહાકુંભની સેમિફાઇનલ મેચો વડોદરાને ફાળવવામા આવી હોઇ આજે મંગળવારના રોજથી ખેલ મહાકુંભ સેમિફાઇનલ મેચોનો શાનદાર પ્રારંભ થયો હતો. અકોટા સ્ટેડિયમ ખાતેથી મેચો રમાવાની શરૂઆત થઇ છે. ભવન્સ સ્કૂલ, પ્રદર્શન મેદાન અને બરોડા ડિસિટ્રિક્ટ હોકી એસોસિયેશનના મેદાન સહિ‌ત કુલ ૪ મેદાનો પર આ મેચો રમાશે.

ઉલ્લેખનિય છે કે વડોદરાની હોકી ટીમે પણ ખેલ મહાકુંભમાં સુંદર દેખાવ કરતાં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હોકી સેમિફાઇનલમાં રાજ્યભરમાંથી કુલ ૩૪ ટીમો ભાગ લેનાર છે,જે પૈકી ૨૦ ટીમોનું આજે વડોદરામા આગમન પણ થઇ ચૂક્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરા મહાનગર સેવાસદનને સેમિફાઇનલ મેચોના આયોજનની જવાબદારી સોંપવામાં અવી છે. જે અંતર્ગત આજે અકોટા સ્ટેડિયમ ખાતે નાયબ મેયર હરજીવનભાઇ પરબડીયા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ વિજય શાહ દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ હોકી સેમિફાઇનલનો પ્રારંભ કરાવાયો હતો.

સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરામાં હોકી એક્સેલન્સ સેન્ટર શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. જે માટે અહીં બરોડા હાઇસ્કૂલ ઓએનજીસીની પસંદગી કરવામા આવી છે. ઉલ્લેખનિય છે કે અહીં છેલ્લાં ૨પ વર્ષથી હોકીના સેન્ટરની કામગીરી કરવામા આવે છે. અહીં હોકીની રમતના પ્રશિક્ષણનો કાયમી કેમ્પ ચલાવવામા આવે છે. જેનું સંચાલન તાજેતરમાં જ નિવૃત્ત થયલે હોકી કોચ ટીસી પોથીવાલા દ્વારા કરવામા આવતું હતું. જેમા સંજય એરકે હોકી કોચ દ્વારા જરૂરી મદદ કરવામા આવતી હતી. હવે અહીં હોકી એક્સેલન્સ સેન્ટર શરૂ કરાશે.