• Gujarati News
  • Kevin Pietersen Helicopter Flight Over London Latest News

હેલિકોપ્ટરમાં લંડન ફર્યો પીટરસન, જાણો ક્રિકેટથી દૂર કેવી રીતે પસાર કરે છે સમય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(એક મિત્ર સાથે લંડનની હવાઈ સફર કરવા માટે જતો ઇંગ્લેન્ડનો ક્રિકેટર કેવિન પીટરસન.)
લંડન : ઇંગ્લેન્ડના ક્રિકેટર કેવિન પીટરસને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બે ફોટો શેર કર્યા છે. પહેલા ફોટોમાં પોતાને એક હેલિકોપ્ટર પાસે ઉભેલો બતાવ્યો છે અને બીજામાં ઉંચાઈથી લીધેલી લંડનની તસવીર છે. આ તસવીરો પરથી જાણ થાય છે તે પીટરસન પોતાનો નવરાશનો સમય કેવી રીતે પસાર કરે છે.

78000 લોકોએ જોઈ તસવીર
દક્ષિણ આફ્રિકન મૂળના આ અંગ્રેજ ખેલાડીએ લંડનથી ઘણી ઉંચાઈએ લીધેલી તસવીર પોસ્ટ કરી છે. જેમાં લંડનની પાર્લિયામેંટ સહિત બીજી બિલ્ડીંગો દેખાય છે. હાલ સરે ટીમ તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા પીટરસનની આ તસવીરને થોડાક જ કલાકોમાં 78 હજાર ફોલોઅર્સે જોઈ હતી.

જાન્યુઆરીમાં રમ્યો હતો અંતિમ ટેસ્ટ
કેવિન પીટરસન અંતિમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ 3-5 જાન્યુઆરી 2014ના રોજ રમ્યો હતો. આ પછી ટીમના સભ્યો સાથે મતભેદના કારણે બહાર કરી દેવામાં આવ્યો હતો. અંતિમ વન-ડે 16 સપ્ટેમ્બર 2013ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો.
પત્ની સાથે જોવા મળે છે બીચ ઉપર
ક્રિકેટથી દૂર રહયા બાદ પીટરસન ઘણી વખત બીચ ઉપર સમય પસાર કરવાનું યોગ્ય માને છે. મોડલ પત્ની જેસિકા ટેલર અને પુત્ર ડાયલન સાથે બીચ ઉપર જોવા મળે છે.
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કેવી રીતે પસાર કરી રહ્યો છે કેવિન પીટરસન પોતાનો સમય...