ક્રિકેટર્સ અજાણી મહિલાઓથી દૂર રહે, ખેલાડીઓને બ્લેકમેલ કરી શકે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આઈસીસીની વર્લ્ડ કપ ટ્રોફી)

-વર્લ્ડ કપ | સુંદર કન્યાઓ ખેલાડીઓને બ્લેકમેલ કરી શકે છે, વર્લ્ડ કપ દરમિયાન કરોડો રૂપિયાનો સટ્ટો લાગવાની સંભાવના

નવી દિલ્હી: આઇસીસી વર્લ્ડ કપ 2015ને શરૂ થવામાં હજી પાંચ મહિના જેટલો સમય બાકી છે પણ ન્યૂઝીલેન્ડ સરકાર અત્યારથી જ કોઇ ઘટના ન બને તે માટે સતર્ક થઇ ચૂકી છે. તેણે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવતી તમામ ટીમોના ખેલાડીઓને ચેતવણી આપી છે કે તે અજાણી સુંદર કન્યાઓેથી દૂર રહે. આ કન્યાઓ તેમને સટ્ટાબાજોની જાળ (હનીટ્રેપ)માં ફસાવી શકે છે. તેઓ સટ્ટેબાજી જૂથની સભ્ય હોઇ શકે છે. તે કન્યાઓ ક્રિકેટર્સને બ્લેકમેલ પણ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આગામી વન-ડે વર્લ્ડ કપનું સંયુક્ત રીતે યજમાની કરી રહ્યા છે. આઇસીસી વર્લ્ડ કર દરમિયાન સુંદર કન્યાઓ ખેલાડીઓને ન ફસાવે તે માટે ન્યૂઝીલેન્ડ પોલીસે આ પ્રકારની ચેતવણી જાહેર કરી છે.

‘ધ ન્યૂઝીલેન્ડ હેરાલ્ડે’ પોલીસ અધિકારી સેન્ડ્રા મેડરસનના નિવેદનમાં જણાવ્યું હતું કે સટ્ટેબાજો મહિલાઓની મદદથી ખેલાડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. તેથી જ ન્યૂઝીલેન્ડની પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. અમે આ પ્રકારના ફિક્સરોને જાણીએ છીએ. તેઓ દેશમાં આવી મહિલાઓને લાવીને ખેલાડીઓને નાણાંની લાલચ આપીને પ્રભાવિત કરી શકે છે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્લ્ડ કર દરમિયાન અબજો રૂપિયાનો સટ્ટો લાગી શકે છે. એવામાં બુકીઓ મહિલાઓ દ્વારા ખેલાડીઓને ફસાવી શકે છે અને ત્યાર બાદ તેમના પ્રદર્શનને પ્રભાવિત કરી શકે છે. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે કેટલાક ખેલાડીઓ તેમની વાત માનતા નથી ત્યારે બુકીઓ છોકરીઓ સાથે તેમની તસવીર બતાવીને ખેલાડીઓને બ્લેકમેલ કરે છે.