• Gujarati News
  • Kashyap, Anand Enter Second Round, Srikanth Out Of Swiss Open

કશ્યપની સંગીન શરૂઆત, શ્રીકાંત બહાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીનિયર ખેલાડી કશ્યપે મેઇસને ૩૪ મિનિટમાં તથા આનંદે ૨૬ મિનિટમાં વિજય મેળવ્યો
ભારતના પી. કશ્યપ તથા આનંદ પવારે જંગી ઇનામી રકમવાળી સ્વિસ ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બીજી તરફ યુવા ખેલાડી કિદામ્બી શ્રીકાંતને પ્રથમ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડયો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કશ્યપે નેધરલેન્ડ્સના એરિક મેઇસને ૩૪ મિનિટ સુધી રમાયેલા પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ૨૧-૧૭, ૨૧-૧પથી પરાજય આપ્યો હતો. હવે તેનો સામનો જર્મનીના લુકાસ શમિટ સાથે થશે. આનંદે આસાન મુકાબલામાં મલેશિયાના કોક પોંગ લોગને ૨૧-૧૭, ૨૧-૧૦થી હરાવીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. બીજા રાઉન્ડમાં તેનો મુકાબલો જર્મનીના જ અન્ય એક ખેલાડી ટોબિયાસ વાડેંકા સાથે થશે.
થાઇલેન્ડ ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ ચેમ્પિયન શ્રીકાંતને પ્રથમ રાઉન્ડમાં સ્વિડનના હેનરી હર્સકાઇનેન સામે ૧૯-૨૧, ૧૮-૨૧, ૧૭-૨૧થી પરાજયનો સામનો કરવો પડયો હતો. વિશ્વના ૧૮મા ક્રમાંકિત કશ્યપે ૬-૩થી સરસાઇ મેળવી હતી પરંતુ તે પાછળથી ૯-૧૧થી પાછળ થઇ ગયો હતો. અણીના સમયે તેણે નેટ્સ પર શાનદાર રમતનું પ્રદર્શન કરીને મેચમાં પાછા ફરીને પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી હતી. બીજી ગેમમાં તેણે વધારે કોઇ મુશ્કેલીનો સામનો કર્યાવિના પ-૪થી ૧૦-૪ની સરસાઇ મેળવ્યા બાદ વિજય મેળવી લીધો હતો. કશ્યપે ર્કોટ ઉપર મુખ્યત્વે બેઝલાઈન તથા સ્મેશની રમતનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.