ડેનમાર્ક ઓપન : કશ્યપ હાર્યો, ભારતના પડકારનો અંત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પરુપલ્લી કશ્યપ)

ઓડેંસે: કોમનવેલ્થના ગોલ્ડમેડલ વિજેતા પરુપલ્લી કશ્યપે ડેનમાર્ક ઓપન બેડમિન્ટનની સેમિફાઇનલમાં પ્રવેશીને ભારતની આશાને જીવંત રાખી હતી પરંતુ શનિવારે તેનો પરાજય થયો હતો આ સાથે જ ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવ્યો હતો. અગાઉ શુક્રવારે સાઇના નેહવાલ, પી.વી.સિંધૂ અને કે. શ્રીકાંતના અભિયાનનો પણ અંત આવ્યો હતો. સેમિફાઇનલમાં ચીનના ચેન લોંગે 45 મિનિટમાં 21-16, 21-15થી કશ્યપને હરાવ્યો હતો.

કશ્યપે પહેલી ગેમમાં ભારે સંઘર્ષ કર્યો હતો અને એક સમયે તેનો સ્કોર 16-17 કરી દીધો હતો પરંતુ ચેન લોંગે ફરીથી સતત ચાર પોઇન્ટ્સ લઇને 21-16થી પહેલી ગેમ જીતી લીધી હતી. બીજી ગેમમાં કશ્યપે 11-19થી પાછ‌ળ પડ્યા બાદ સતત ચાર પોઇન્ટ્સ લઇને સ્કોર 15-19 કરી લીધો હતો પરંતુ બે પોઇન્ટ્સ લઇને 21-15ના સ્કોર સાથે તેણે મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બિન ક્રમાંકિત કશ્યપે મેન્સ સિંગલ્સની ક્વાર્ટરફાઇનલમાં અપસેટ સર્જ્યો હતો.