તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની આ હોટલમાં રોકાઇ છે કબડ્ડી વર્લ્ડકપની ટીમો, જુઓ તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: 7 ઓક્ટોબરથી અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડકપ-2016નો પ્રારંભ થઇ રહ્યો છે. વર્લ્ડકપમાં ભાગ લેવા માટે વિશ્વની ટીમો અમદાવાદ આવી રહી છે. ભારત, આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ સહિતની ટીમ અમદાવાદ આવી ગઇ છે અને તે નોવોટેલ હોટેલમાં રોકાઇ છે. આ દરમિયાન ખેલાડીઓએ સેલ્ફી ખેચી સોશિયલ સાઇટ પર શેર કરી હતી.
નોવોટેલ હોટેલમાં રોકાઇ છે કબડ્ડી વર્લ્ડકપની ટીમ
- ભારત, આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડની ટીમ કબડ્ડી વર્લ્ડકપમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોચી છે.
- 7 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી કબડ્ડી વર્લ્ડકપ અમદાવાદના કાંકરીયા પાસે આવેલા એરેના સ્ટેડિયમમાં રમાવવાનો છે.
- આ બન્ને ટીમ અમદાવાદમાં ઇસ્કોન પાસે આવેલી નોવોટેલ હોટેલમાં રોકાઇ છે.
કબડ્ડી વર્લ્ડકપમાં 12 ટીમ ભાગ લઇ રહી છે
- કબડ્ડી વર્લ્ડકપમાં ભારત સહિત 12 દેશોની ટીમ ભાગ લઇ રહી છે.
- ગ્રુપ-Aમાં ભારત, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના
- ગ્રુપ-Bમાં ઇરાન, થાઇલેન્ડ, જાપાન, યુએસએ, પોલેન્ડ અને કેન્યાની ટીમ ભાગ લઇ રહી છે
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...