તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમના ચુકાદા પછી શું કહ્યું જસ્ટિસ લોઢાએ, વાંચો ખાસ ઇન્ટરવ્યૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : સુપ્રીમકોર્ટે બીસીસીઆઈમાં ધરખમ ફેરફારો કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ લોઢા સમિતિની મોટા ભાગની ભલામણો સ્વીકારી લીધી છે. તેની દેખરેખ રાખવાની જવાબદારી જસ્ટિસ લોઢાને સોંપવામાં આવી છે. આ ઐતિહાસિક ચુકાદા બાદ ભાસ્કરના સંતોષ ઠાકુરે ભલામણો કરનારા જસ્ટિસ લોઢા સાથે વાત કરી હતી.
જસ્ટિસ લોઢા સાથેની વાતચીત
સવાલ : સૌથી મોટો કયો સુધારો જોઇ રહ્યા છો?

જવાબ : ઘણા સુધારા આવશે. રમતમાં પારદર્શિતા વધશે, સુશાસન આવશે. 70 પ્લસ લોકો નીકળી જતાં યુવા-પ્રોફેશનલ વધશે. નવી સોચ આવશે.
સવાલ : તમે બોર્ડમાં સુધારાનો રિપોર્ટ બનાવતી વખતે લોકોને મળેલા ત્યારે કેવા સૂચનો સાંપડ્યાં?
જવાબ : બધા મને એક વાત કરતાં હતા કે જેન્ટલમેન ગેમને દબાણમુક્ત બનાવો. રમતની ભીતર જેના કારણે ઘણી પ્રકારની રમતો રમાય છે તે વ્યવસ્થાઓ ખતમ કરો.
સવાલ : કયા નિર્ણયથી વધુ સુધારો આવશે?
જવાબ : સૌથી મોટો નિર્ણય હતો કે સત્તા ધરાવતી જે પણ વ્યક્તિ બોર્ડના નીતિગત નિર્ણયો કરવાની પ્રક્રિયામાં સીધી સામેલ હોય તેને હટાવવામાં આવે. કારણથી મંત્રીઓ અને અધિકારીઓને બોર્ડમાંથી હટાવવાની ભલામણ કરાઇ.
સવાલ : પણ સાંસદો અને પૂર્વ મંત્રી જેવા નેતાઓને કેમ જાળવ્યા?
જવાબ : જુઓ, દબાણ અને દખલ તો મંત્રી કે મોટા અધિકારી કરી શકે. પદ પર હોય કે માત્ર નેતા હોય તેઓ દખલ કરી શકતા નથી. આમ પણ આજે તો બધા નેતા છે. તેથી સાંસદો, પૂર્વ મંત્રીઓને મેં સામાન્ય પ્રતિસ્પર્ધી ગણ્યા છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, જસ્ટિસ લોઢાને કરાયેલા અન્ય સવાલો.....................
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો