• Gujarati News
  • John Cena Makes Nikki Bella Choose Between Kids Or Marriage

જોન સીનાએ ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, પણ બાળક નહી કરવાની રાખી શરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો: WWE રેસલર જોન સીના અને નિક્કી બેલા. )
મિયામી : WWEના પ્રોફેશનલ રેસલર જોન સીના અને નિક્કી બેલાના પ્રશંસકો માટે એક આનંદના સમાચાર છે. બન્નેએ લગ્ન કરવાનો મૂડ બનાવી લીધો છે. આ માટે જોન સીનાએ એક ફાઇટ પહેલા પ્રપોઝ કર્યું છે, જેનો નિક્કીએ સ્વિકાર કર્યો છે. જોકે સીનાએ લગ્ન માટે પ્રપોઝ કર્યા બાદ એક શરત મુકી છે, જેમાં જોન સાનીએ બાળક નહી કરવાની શરત મુકી છે.
શુ કહ્યું સીનાએ?

ફાઇટ માટે તૈયાર થઈ રહેલી નિક્કી પાસે અચાનક જોન સીના પહોંચ્યો હતો અને વાત કરવા માટે કહ્યું હતું. સીનાએ કહ્યું હતું કે, ‘‘નિક્કી તુ મારી સાથે લગ્ન કરીશ. હું આ માટે તૈયાર છું.’’ આ પ્રપ્રોઝલનો નિક્કીએ સ્વિકાર કર્યો હતો. નિક્કી સરપ્રાઈઝ થાય તે પહેલા સીનાએ બીજો સવાલ પુછ્યો હતો. સીનાએ કહ્યું હતું કે, ‘‘આપણે લગ્ન તો કરીશું પણ બાળકો પેદા કરશું નહી. તું વિચાર કરી લે તારે શુ જોઈએ છે. સીના નિક્કીનો જવાબ સાંભળ્યા વગર ચાલ્યો ગયો હતો.
2 વર્ષથી કરી રહ્યા છે ડેટિંગ
પહેલી પત્ની એલિઝાબેથ સાથે તલાક પછી જોન સીના WWEની દિવા પહેલવાન નિક્કી બેલા સાથે ડેટ કરી રહ્યો છે. બે વર્ષ પહેલા એક કાર્યક્રમ પછી જ્યારે નિક્કી જોન સીના સાથે તેના ઘરે ગઈ હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.
એલિઝાબેથ સાથે લગ્ન, બે વર્ષ બાદ છુટાછેડા

આ પહેલા જોન સીનાએ 11 જુલાઈ 2009ના રોજ એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા એલિઝાબેથ અને જોન સીનાના અફેરની ઘણી ચર્ચા હતી. આ બન્નેએ ત્રણ વર્ષના અફેર બાદ લગ્ન કર્યા હતા. જોકે 18 જુલાઈ 2012ના રોજ આ જોડીએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ, જોન સીના અને નિક્કી બેલાની ખાસ તસવીરો અને અંતિમ સ્લાઇડમાં લગ્નના પ્રપોઝ કરતો વીડિયો....