VIDEO : તુટી ગયો બોક્સરનો કાન, વહેલા લાગ્યું લોહી, છતા લડતી રહી ફાઇટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇટ દરમિયાન લેસ્લીનો કાન તુટી ગયો હતો અને લોહી વહેવા લાગ્યું હતું.)
મેક્સિકો સીટી: ખેલાડીઓ જીત માટે કેટલી હદ સુધી જાય છે તેનો તાજો દાખલો અલ્ટીંમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ(યૂએફસી)ની એક મહિલા વર્ગની ફાઇટ દરમિયાન જોવા મળ્યો હતો. ફાઇટમાં કાન તુટી ગયો હતો અને લોહી નિકળતું હતું છતા UFC-180ની ફાઇટર લેસ્લી સ્મિથ પાછળ હટવા તૈયાર ન હતી. ઘણી મુશ્કેલી બાદ ડોક્ટર અને આયોજકોએ તેને ફાઈટ છોડવા માટે મનાવી હતી. એમ પણ કહેવામાં અતિશયોક્તિ નથી કે ફાઇટ પુરી થયા પહેલા હરિફ પહેલવાન જેસિકા આઈને જબરજસ્તી વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી.
પંચથી તુટ્યો કાન
મેક્સિકો સીટીમાં UFC-180ના એક મુકાબલામાં જેસિકા આઈ અમને લેસ્લી સ્મિથ ટકરાયા હતા. આ બન્ને ફાઇટર પોતાના જોરદાર પંચ માટે પ્રખ્યાત છે. ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં બન્ને બોક્સરો એકબીજાને જોરદાર પંચ મારી રહી હતી. આ દરમિયાન જેસિકાના બે પંચ લેસ્લીના કાન ઉપર વાગ્યા હતા. જેના કારણે કાનમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. ઇજા થઈ હોવા છતા લેસ્લી પાછળ હળવા તૈયાર ન હતી.
હરિફ ફાઇટરની આંખમાં આવી ગયા આંસુ
ઈજા લેસ્લીને થઈ હતી પણ હરિફ પહેલવાન જેસિકા રડી પડી હતી. તેની આંખમાં આંસુ આવી ગયા હતા. હરિફ પહેલવાનને પોતાના પંચ ઉપર પાછળથી પસ્તાવો થયો હતો. બન્ને પહેલવાને ફાઇટની તસવીર પોતાના સોશ્યલ સાઇટ ઉપર પોસ્ટ કરી હતી.
શું છે યુએફસી ફાઇટિંગ?
યુએફસી એટલે અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ, આ એક મિક્સ માર્શલ આર્ટ્સની ઇવેન્ટ છે. યૂએફસી એક કંપની છે જે વિશ્વભરમાં માર્શલ આર્ટ્સને પ્રમોટ કરે છે.
આગળ ક્લિક કરો અને જુઓ, આ ખુંખાર ફાઇટની તસવીરો અને અંતિમ સ્લાઇડમાં વીડિયો...