• Gujarati News
  • Irfan Pathan Delhi Daredevils Team Function Idea Event IPL 2013

PHOTOS: ઈરફાન આવ્યો રંગમાં, કેરેબિયન ખેલાડી સાથે કરી મસ્તી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં આયોજીત એક સમારંભમાં આઈપીએલની ટીમ દિલ્હી ડેરડેવિલ્સ વાસ્તવિક જીવનના ડેરડેવિલ્સને સન્માનિત કરશે. આઈડિયા ડેરડેવિલ્સ એવોર્ડ્સમાં તે વ્યક્તિઓને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ વ્યક્તિઓએ સમાજની બુરાઈઓનો સામનો કર્યો અને તેને દૂર કરવા માટે પ્રયાસ કર્યો છે.

આઈડિયાએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાંથી સાહિસક નાગરિકોની પસંદગી કરવામાં આવી હતી.

ખાસ આયોજીત એવોર્ડ સમાંરભમાં માહેલા જયવર્ધને પોતાની ટીમની સાથે નાગરિકોનું સન્માન કર્યું હતું. દિલ્હી અને હરિયાણાના ચીફ ઓપરેટિંગ ઓફિસર સંજીવ ગોહિલે કહ્યુ હતુ કે આઈડિયા ડેરડેવિલ્સ એવોર્ડન સ્થાપના દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોના સાહિસક નાગરિકોની પસંદગી કરીને તેમને સન્માનિત કરવામાં આવશે.

જીએમઆર સ્પોર્ટ્સના માર્કેટિંગ અને કર્મશિયલ પ્રમુખ હેમંત દુઆએ કહ્યુ હતુ કે ટીમ દિલ્હી ડેરડેવિલ્સ અને આઈડિયા વચ્ચે એક સફળ અને લાંબો સંબંધ રહ્યો છે. આખી ટીમ આ અનોખા અભિયાનથી ઘણી જ ખુશ છે. આ અભિયાન ટી-20ની સાથે એક મહિના સુધી ચાલશે. આ અભિયાનમાં આઈડિયાએ તમામ વર્ગના લોકોને આમંત્રણ આપ્યું છે.

આ કાર્યક્રમમાં દિલ્હી ટીમના ખેલાડીઓ ઈરફાન પઠાણ, ડેવિડ વોર્નર, સુકાની મહેલા જયવર્દને, મેન્ટર વિવિયન રિચાર્ડ્સ, આંદ્રે રસેલ, જોહાન બોથા અને અજીત અગરકર હાજર રહ્યા હતા.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કાર્યક્રમની ઝલક અને ઈરફાનની મજાક-મસ્તી....