ઈરાની કપ: રાજસ્થાનને હરાવી રેસ્ટની ટીમ વિજેતા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પિનર હરમિતસિંઘે ચાર વિકેટ લેતા રેસ્ટ ઓફ ઇન્ડિયાએ અહીં રમાયેલી ઇરાની કપ ક્રિકેટ મેચમાં રણજી ચેમ્પિયન રાજસ્થાનને એક ઇનિંગ્સ અને ૭૯ રનથી હરાવીને ૨૦૧૨-૧૩ની સિઝનની ઇરાની કપ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. રાજસ્થાને પ્રથમ દાવમાં ૨પ૩ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ સાત વિકેટે ૬૦૭ (ડિકલેર)નો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો. જેમાં મુરલી વિજયના ૨૬૬ રન મુખ્ય હતા.