આજની ફાઇનલ મેચ પણ ફીક્સ છે? મુંબઇની જીત નક્કી?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ફાઇનલ મેચ પર પોલીસની બારીકાઇથી નજર
-મુંબઇને ચેમ્પિયન બનાવવા માટે 'સેટિંગ' થયાની ચર્ચા


વિવાદોના વમળો વચ્ચે આજે આઇપીએલ-6ની ફાઇનલ મેચ રમાશે. ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે શ્રેષ્ઠતાનો જંગ ખેલાશે. બંને ટીમો એકબીજા સામે પોતાની સર્વોપરિતા પુરવાર કરવાના તમામ પ્રયાસ કરશે.

આઇપીએલમાં ફિક્સિંગને લઇને દિવસેને દિવસે અનેક ચોંકવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ વધુને વધુ લોકોની સંડોવણી બહાર આવી રહી છે. તપાસ એન્જસીઓના કહેવા મુજબ ટૂંક સમયમાં અનેક ખેલાડીઓ, ટીમ માલિકો અને સેલિબ્રિટીઓના નામ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.

બીજી તરફ પોલીસને આજની ફાઇનલ મેચ પણ ફીક્સ હોવાની શંકા છે. આજની ફાઇનલ મેચ પર પોલીસ બારીકાઇથી નજર રાખી રહી છે અને તમામ ધ્યાન મેચ પર કેન્દ્રિત કર્યું છે. ક્રિકેટપ્રેમીઓમાં પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ક્રિકેટરસિયાઓના કહેવા મુજબ આજની ફાઇનલમાં મુંબઇને ચેમ્પિયન્સ બનાવવા માટે 'સેટિંગ' કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ક્વોલિફાયર-1 રાઉન્ડમાં ચેન્નાઇ સામે પરાજય થયો હોવા થતાં જાણકારો ફાઇનલમાં મુંબઇ જીતે તેવી આગાહી કરી રહ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બન્નેમાંથી કોણ છે આઈપીએલ કપ જીતવા માટે પ્રબાળ દાવેદાર, શું છે બન્ને ટીમના સકારાત્મક અને નકારાત્મક પાસા, વાંચવા આગળ તસવીર બદલો...