તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • IPL Spot Fixing Mumbai Crime Branch Nab Bookie In Goa

IPL ફિક્સિંગ: મુંબઈના મોટા બુકીની ધરપકડ, મોટા ખુલાસાઓની શક્યતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોટ ફિક્સિંગમાં મુંબઈની ક્રાઈમ બ્રાંચને શુક્રવારે વધુ એક સફળતા મળી છે. મુંબઈની ક્રાઈમ બ્રાંચે પણજી ખાતેની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી કાલાચોકી તરીકે ઓળખાતા બુકી શોભન મેહતાની ધરપકડ કરી છે. મેહતા આઈપીએલ સ્પોટ ફિક્સિંગનો વોન્ટેડ હતો.

ગોવા પોલીસમાં રહેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેહતા પોતાની પત્ની અને પુત્ર સાથે 28 જૂનના રોજ ગોવામાં આવ્યો હતો. તેમણે પણજી ખાતે એક થ્રી સ્ટાર હોટલમાં ચેક ઈન કર્યું હતું. જ્યારે 1 જૂલાઈના રોજ તેઓ ચેક આઉટ થયા હતા.

મેહતાએ તેના બે મિત્રો સાથે 1 જૂલાઈના રોજ એક ફાઈવ સ્ટાર હોટલમાં ચેક ઈન કર્યું હતું અને આ જ હોટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે.