શ્રીસંત અને ચવ્હાણ પર લાઇફટાઇમ પ્રતિબંધ નહી હટાવે BCCI

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: બીસીસીઆઇએ સાફ કરી દીધુ છે કે આઇપીએલ 2013 સ્પોટ ફિક્સિંગના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છતા ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત અને સ્પિનર અંકિત ચવ્હાણ પર લાઇફટાઇમ પ્રતિબંધ હટાવવા પર પુન વિચાર નહી કરે.
કોર્ટ કરી ચુક્યુ છે આરોપોમાંથી મુક્ત
શ્રીસંત, ચવ્હાણ, અજિત ચંદીલા સહિત 36 આરોપીઓને ગત અઠવાડિયે પટિયાલા હાઉસ કોર્ટે આઇપીએલ 6 સ્પોટ ફિક્સિંગના આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. તે બાદ કેરલ ક્રિકેટ સંઘે બીસીસીઆઇને અનુરોધ કર્યો છે કે શ્રીસંતને ફરી રમવાની અનુમતિ આપવામાં આવે, પરંતુ બોર્ડ સચિવ અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે બન્ને ક્રિકેટરો પર લાગેલા આજીવન પ્રતિબંધ પર પુન વિચાર નહી કરવામાં આવે.
Related Placeholder
જારી રહેશે પ્રતિબંધ
અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યુ, “ બીસીસીઆઇની અનુશાસન સમિતી દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ જારી રહેશે.” તેમને જણાવ્યુ, “અનુશાસનાત્મક કાર્યવાહી અને ગુનાહિત કાર્યવાહી અલગ અલગ હોય છે. તેમની વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી જે અનુશાસનહીનતા અને ભષ્ટાચાર વિરોધી એકમના રિપોર્ટના આધારે હતી જેને કારણે તેમની પર પ્રતિબંધ જ રહેશે.”
શ્રીસંત પણ બીસીસીઆઇને કરશે આગ્રહ
ખુદ પર લાગેલા આજીવન પ્રતિબંધ હટાવવા માટે શ્રીસંત પણ બીસીસીઆઇને આગ્રહ કરશે. તેને જણાવ્યુ, “ કોર્ટે મને છોડી મુક્યો છે. મને નથી લાગતુ કે તે મારી રાહમાં કોઇ અડચણ ઉભી કરશે. બીસીસીઆઇ એક સંસ્થા છે એક વ્યક્તિત્વ નહી. જો બીસીસીઆઇ પ્રતિબંધ નથી હટાવતુ તો હું કોર્ટની શરણમાં નહી જાઉં.” શ્રીસંતે જણાવ્યુ, “ હું રાહ જોઇશ. હુ કોઇને પડકાર આપવા નથી માંગતો, હું ક્રિકેટ રમવા માંગુ છું.”
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સૌરવ ગાંગુલીએ શું કહ્યું...