• Gujarati News
  • IPL Season Six 2013 Why Teams Spent More Money On Youngsters

આખરે શું જોઈને આ ખેલાડીઓ પર ટીમોએ ખર્ચ્યા કરોડો રૂપિયા, જાણો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનમાં નવા ખેલાડીઓને ધૂમ પૈસા મળ્યા છે. તમામ 9 ટીમોએ 108 ખેલાડીઓમાંથી 37 ખેલાડીઓ પર પોતાની પસંદગી ઉતારી હતી. જે ખેલાડીઓ ના વેચાયા તે પણ કોઈ પણ મામલે ઓછા નહોતા પરંતુ તેઓ ટીમોને આ ફોર્મેટ માટે યોગ્ય ના લાગ્યા.

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે ટીમો વચ્ચે ખેચમતાણ જોવા મળી હતી. ખાસ કરીને મુંબઈ ઈન્ડિયનની માલિક નીતા અંબાણીએ પ્રત્યેક કાંગારૂ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટી બોલી બોલતા પણ ખચકાતા નહોતા. તેના કારણે જ તેમણે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને આ વર્ષની સૌથી મોટી કિંમતમાં ખરીદ્યો.

જ્યારે ચેન્નાઈની ફાઈવ સ્ટાર હોટલમાં ખેલાડીઓ માટે બોલી ચાલી રહી હતી ત્યારે મેક્સવેલ ઓસ્ટ્રેલિયામાં વેસ્ટ ઈન્ડીઝનો સામનો કરી રહ્યો હતો. બેટિંગમાં તો તે ફ્લોપ રહ્યો પરંતુ બોલિંગમાં તરખાટ મચાવતા ચાર વિકેટ લીધી હતી.

તેની બોલિંગે મેચની બાજી પલટી નાંખી હતી અને કાંગારૂઓને વેસ્ટ ઈન્ડીઝ સામે પર્થના વાકા મેદાન ખાતે 54 રને જીત અપાવી હતી. મેક્સવેલ આ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી છે.

પરંતુ મેક્સવેલ ઉપરાંત અન્ય કેટલાક ખેલાડીઓને પણ આશ્ચર્યજનક રકમ મળી છે. તો આ ખેલાડીઓ પાછળ આટલા કરોડ રૂપિયા ખર્ચ કરવાનું કારણ શું છે?... આગળ ક્લિક કરો અને જાણો તેના વિશે.......