તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL મીડિયા રાઇટ્સની આજે હરાજી, 24 કંપનીઓ રેસમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ:  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટૂર્નામેન્ટના મીડિયા રાઇટ્સ સ્ટાર ઇન્ડિયાએ ખરીદી લીધા છે. હરાજીમાં સ્ટાર ઇન્ડિયાએ તેની માટે 16,345 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. સ્ટારે ભારતમાં ટીવી રાઇટ્સ, ડિઝિટલ રાઇટ્સ ખરીદી લીધા હતા. મીડિયા રાઇટ્સની રેસમાં રિલાયન્સ જીઓ, સ્ટાર ઇન્ડિયા, ફેસબુક, ટ્વિટર, એમેઝોન જેવી 24 દેશી-વિદેશી દિગ્ગજ કંપનીઓ રેસમાં હતી. આ કોન્ટ્રાક્ટ 2018થી 2022 સુધી પાંચ વર્ષનો છે. આ પહેલા IPLના મીડિયા રાઇટ્સ સોની પાસે હતા. આ વખતે સોનીએ 11050 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી.
2008માં 8200 કરોડમાં વેચાયા હતા રાઇટ્સ
 
- આ પહેલા આઈપીએલના મીડિયા અધિકાર સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા પાસે હતા, જ્યારે સ્ટાર ઇન્ડિયા પાસે લીગના ડિજિટલ અધિકાર હતા. બન્ને કંપનીઓના અધિકાર 2017માં પૂર્ણ થઈ ગયા છે.
- વર્ષ 2008માં સોની પિક્ચર્સ નેટવર્કે 10 વર્ષો માટે 8200 કરોડ રૂપિયામાં IPL રાઇટ્સ મેળવ્યા હતા. જ્યારે 2015માં નોવી ડિજિટલને 3 વર્ષ માટે ગ્લોબલ ડિજિટલ અધિકાર 302.0 કરોડ રૂપિયામાં વેચ્યા હતા.
 
7 કેટેગરીમાં થઇ હરાજી
 
- પહેલા બીસીસીઆઈ ત્રણ કેટેગરીમાં હરાજી કરતું હતું. જેમાં ભારતમાં ટીવી રાઇટ્સ, ભારતમાં ડિજિટલ રાઇટ્સ અને બાકી વર્લ્ડમાં ટીવી અને ડિજિટલ રાઇટ્સનો સમાવેશ થતો હતો.
- આ વખતે સાત કેટેગરી બનાવવામાં આવી હતી. ભારતમાં ટીવી રાઇટ્સ અને ભારતમાં ડિજિટલ રાઇટ્સની કેટેગરી બની રહેશે. આ સીવાય અમેરિકા, યૂરોપ, મિડલ ર્ઇસ્ટ, આફ્રિકા અને અન્ય વિશ્વની કેટેગરી પણ બનાવવામાં આવી છે. આ પાંચ કેટેગરીમાં ટીવી અને ડિઝિટલ રાઇટ્સ બન્ને શામેલ છે. 
 
આ 24 કંપનીઓ હતી રેસમાં
 
ફોલોઓન ઇંટરેક્ટિવ મીડિયા, તાજ ટીવી ઇન્ડિયા, સ્ટાર ઇન્ડિયા, સોની પિક્ચર્સ નેટવર્ક, ટાઇમ્સ ઇન્ટરનેટ, સુપર સ્પોર્ટ્સ ઇન્ટરનેટ, રિલાયન્સ જિઓ ડિજિટલ સર્વિસ, ગલ્ફ ડીટીએચ, ગ્રુપ એમ મીડિયા ઇન્ડિયા, બીએનઆઈપી, ઇકોનેટ મીડિયા, સ્કાઇ યૂકે, બીટીજી લિગલ સર્વિસેજ, બીટી પીએલસી, એમેઝોન, ફેસબુક, ટ્વિટર, ઇએસપીએન ડિજિટલ મીડિયા, ડિસ્કવરી, એટરેલ, બૈમટૈક, યપ ટીવી, ડીએજેડએન પર્ફોમન્સ ગ્રુપ અને યાહુ સામેલ હતી. 
 
10 વર્ષમાં 4 ગણા વધ્યા ટીવી દર્શક, કમાણી ત્રણ વર્ષમાં 85 ટકા વધી

- IPL-1ને દુનિયાભરમાં 10.2 કરોડ દર્શકોએ ટીવી પર જોઈ હતી. જ્યારે IPL-10ને 40 કરોડ લોકોએ ટીવી પર જોઈ.
- IPL-10નો ટ્વિટર પર 60 લાખ વખત ઉલ્લેખ થયો. IPL-9ની સરખામણી ડબલ. ફેસબુક પર આવો જ ગ્રોથ જોવા મળ્યો હતો.
- સોની પિક્ચર્સ નેટવર્કની જાહેરાતમાંથી થનારી આવક IPL-7ની 7 અરબ ડોલરની સરખામણીએ IPL-10માં 13 અરબ ડોલર સુધી પહોંચી ગઈ. ત્રણ વર્ષમાં 85 ટકાનો વધારો. 
 
અન્ય સમાચારો પણ છે...