તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુરાગ ઠાકુરના આરોપો પર લલિત મોદીનો પલટવાર- BCCIને કાયદાનું જ્ઞાન નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયપુર: બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના આરોપો પર આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ પલટવાર કર્યો છે. એક દિવસ પહેલા ઠાકુરે કહ્યું હતું કે લલિત મોદીને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ના પ્રેસિડેન્ટ પદથી હટાવવામાં ન આવ્યા તો ચૂંટણી નહી થાય. લલિત મોદીએ લંડનથી તેનો જવાબ આપતા કહ્યું હતું કે બીસીસીઆઇને નિયમ અને કાયદાનું જ્ઞાન નથી અથવા તેઓ જાણી જોઇને આમ કરી રહ્યાં છે. પોતાના દીકરા રૂચીર મોદીને આરસીએમાં લાવવાના સવાલ પર કહ્યું- 'આ કાલ્પનિક સવાલ છે, હજુ તેને એક જ મોદી (લલિત મોદી)થી તો લડવા દો.' મોદી સાથે ભાસ્કરે વાતચીત કરી હતી.
લલિત મોદીએ કહ્યું- સુપ્રીમ કોર્ટ પણ કહી ચુક્યુ છે કે આરસીએને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યુ
- જ્યારે લલિત મોદીને પૂછવામાં આવ્યુ- બીસીસીઆઇ નહતું ઇચ્છતુ કે રાજસ્થાનમાં ક્રિકેટને નુકસાન થાય, પરંતુ આરસીએ જ નિર્ણય કરે, તેને એકલા ચાલવુ છે કે બોર્ડ સાથે?
- આ મામલે તેમને કહ્યું- 'સુપ્રીમ કોર્ટ પણ એ વાત કહી ચુક્યુ છે કે આરસીએને પોતાની મનમાનીથી સસ્પેન્ડ કરવામાં આવી છે.'
- 'એસોસિએશનને આ રીતે માન્યતા આપવા અને માન્યતા પરત લેવાનું કારણ બીસીસીઆઇને જ ખબર છે. પૂર્ણ સભ્ય હોવા છતા રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન સાથ સસ્પેન્ડ થયેલા જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે, જેને કારણે રાજ્યના ખેલાડીઓએ અન્ય જગ્યાએ રમવા માટે મજબૂર થવુ પડે છે.'
-'બીસીસીઆઇએ જવાબ આપવો જોઇએ કે તે આખા રાજ્ય અને તેના ખેલાડીઓને સજા કેમ આપી રહ્યું છે, જ્યારે આરસીએના સસ્પેન્શનનું કોઇ કારણ નથી'

સત્ય જલ્દી બહાર આવશે
- મોદીને પૂછવામાં આવ્યુ- બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુરનું કહેવુ છે કે જ્યાર સુધી તમે અધ્યક્ષ રહેશો આરસીએ સસ્પેન્ડ રહેશે, શું આ બરાબર છે?
- લલિત મોદીએ કહ્યું- 'સ્પષ્ટ છે કે બીસીસીઆઇને નિયમો અને કાયદાનું જ્ઞાન જ નથી તે જાણી જોઇને દેખાવો કરી રહ્યું છે.'
- 'હું એક એવા એસોસિએશનનો લોકતાંત્રિક રૂપથી પ્રમુખ છું, જે બીસીસીઆઇનો પૂર્ણ સભ્ય છે.'
- 'આરસીએ રાજસ્થાન સ્પોર્ટ્સ એક્ટ હેઠળ ચાલે છે, આ મામલે દેશના કોર્ટને નિર્ણય લેવા દો, સત્ય જલ્દી બહાર આવશે.'

લોઢા સમિતીની ભલામણોની ફરી પ્રશંસા કરી
- શું લોઢા સમિતીની ભલામણો લાગુ કરવામાં આરસીએ સ્પોર્ટ્સ એક્ટ આડે આવશે? આ મામલે તેને કહ્યું- ના.
- 'તમામ સ્પોર્ટ્સ એસોસિએશનોએ આમ કરવાનું છે, મે અને મારા આખા એસોસિએશને લોઢા સમિતીની ભલામણોનું સમર્થન કર્યુ છે અને અમે ગત મહિને જ એલાન કરી ચુક્યા છીએ કે અમે એકમત થઇ આ ભલામણોને લાગુ કરીશું.'
- મહત્વપૂર્ણ છે કે બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે શુક્રવારે ભાસ્કર સાથે વાતચીતમાં લોઢા સમિતીની ભલામણોની ટીકા પણ કરી હતી.
કેમ ચર્ચામાં છે આરસીએ અને મોદી?
- આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીના દીકરા રૂચીરને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)માં લાવવાની ચર્ચા છે,
- આ વચ્ચે ઠાકુરે સ્પષ્ટ કર્યુ છે કે ભલે સુપ્રીમ કોર્ટના આદેશ પર રચિત લોઢા સમિતીના રિપોર્ટ અનુસાર 15 નવેમ્બર સુધી દેશમાં ક્રિકેટ સંઘની ચૂંટણી કરવામાં આવે પરંતુ લલિત મોદી જ્યાર સુધી આરસીએ સાથે જોડાયેલા રહેશે ત્યા ચૂંટણી નહી થાય.
મની લોન્ડ્રિંગમાં આરોપી છે લલિત મોદી
- લલિત મોદી બીસીસીઆઇમાં વર્ષ 2005થી 2010 સુધી વાઇસ પ્રેસિડેન્ટ રહ્યાં છે.
- દેશમાં આઇપીએલ લાવનાર લલિત મોદી જ હતા, તે 2008થી 2010 સુધી આઇપીએલના ચેરમેન અને કમિશનલ રહ્યાં છે.
- વર્ષ 2010માં મોદી પર આઇપીએલ સંચાલનમાં મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો હતો.
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો