• Gujarati News
  • IPL Final Mumbai Indians Won The Toss Against Chennai Super Kings Elected Bat First IPL 2013

Live: ફાઈનલમાં ચેન્નાઈ સામે ટોસ જીતી મુંબઈ બેટિંગમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ વખત બન્યું આઈપીએલ ચેમ્પિયન
- આઈપીએલ-6ની ફાઈનલમાં ચેન્નાઈને 23 રને હરાવ્યું
- પોલાર્ડની અણનમ અડધી સદી, બ્રાવોની ચાર વિકેટ

- IPLમાંથી સચિન તેંડુલકરે લીધો સંન્યાસ, મેચ બાદ કરી જાહેરાત
- હસ્સીને મળી ઓરેન્જ કેપ, બ્રાવોનો પર્પલ કેપ પર કબ્જો

કિરોન પોલાર્ડની આક્રમક અણનમ અડધી સદી બાદ બોલરોએ કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને કચડીને પ્રથમ વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે. આઈપીએલ-6ની ફાઈનલમાં ચેન્નાઈના કંગાળ બેટિંગ પ્રદર્શનના કારણે તેને 23 રને હારનો સામનો કરવો પડ્યો.

આમ ચેન્નાઈ સતત બીજી વખત ફાઈનલમાં આવીને હારી ગયું છે. આ પહેલા ગયા વર્ષે આઈપીએલ-5માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફાઈનલમાં તેનો પરાજય થયો હતો. મુંબઈ આઈપીએલમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું તે પછી તેના ભૂતપૂર્વ સુકાની અને સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું હતું કે આ તેની અંતિમ આઈપીએલ હતી જેથી મને આ જીતથી ઘણી ખુશી થઈ છે.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ખરાબ શરૂઆત બાદ કિરોન પોલાર્ડે ફટકારેલી તોફાની અડધી સદીની મદદથી મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 148 રનનો સ્કોર ખડક્યો હતો.

149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને બાદમાં મુંબઈની ઘાતક બોલિંગ સામે તેના બેટ્સમેનો લાચાર બની ગયા હતા. સુકાની ધોનીની સંઘર્ષપૂર્ણ બેટિંગ પણ ટીમને વિજય અપાવી શકી નહોતી. ચેન્નાઈ 20 ઓવરમાં 9 વિકેટે 125 રન જ બનાવી શક્યું હતું.

ચેન્નાઈ તરફથી સુકાની ધોની સિવાય કોઈ બેટ્સમેન ટકીને રમી શક્યો નહોતો. ધોનીએ 45 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 63 રન બનાવ્યા હતા. મુરલી વિજયે 18, ડ્વાઈન બ્રાવોએ 15 અને મોર્કેલે 10 રનનું યોગદાન આપ્યું હતું. તેના ચાર બેટ્સમેનો ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગા થયા હતા. મુંબઈ તરફથી લસિથ મલિંગા, મિચેલ જોન્સન અને હરભજન સિંહે 2-2 વિકેટ લીધી હતી. પ્રજ્ઞાન ઓઝા, રિશી ધવન અને પોલાર્ડે 1-1 વિકેટ લીધી હતી.

આગળ ક્લિક કરો અને જાણો, કેવી રહી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ અને કોણે કેવું કર્યું પ્રદર્શન.....કેવી રીતે સચિને કરી સંન્યાસની જાહેરાત...જાણો આગળની સ્લાઈડ્સમાં....